રજનીકાંતને સિનેમા જગતનું સર્વોચ્ચ સન્માન અપાશે, દિલ્હીમાં 51મો દાદાસાહેબ ફાળકે ઍવૉર્ડ એનાયત કરાશે

24 October, 2021 05:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

રજનીકાંતે પોતે પણ પોતાના જીવનના સૌથી મોટા દિવસ વિશે સોશિયલ મીડિયા પર પોતાની ખુશી વ્યક્ત કરી હતી.

રજનીકાંત/ફાઇલ તસવીર

સુપરસ્ટાર રજનીકાંતને 51મો દાદાસાહેબ ફાળકે એવોર્ડ આપવામાં આવશે. તેમને આ સન્માન ભારતીય સિનેમામાં તેમના શાનદાર પ્રદર્શન માટે આપવામાં આવી રહ્યું છે. એપ્રિલમાં રજનીના નામની જાહેરાત કરવામાં આવી હતી. હવે ડિરેક્ટોરેટ ઓફ ફિલ્મ ફેસ્ટિવલ ઇન્ડિયાએ સોશિયલ મીડિયા પર માહિતી આપી છે કે થલાઇવા રજનીકાંતને 51મો દાદાસાહેબ ફાળકે એવોર્ડ 25 ઑક્ટોબરે એટલે કે આવતી કાલે આપવામાં આવશે.

રજનીકાંતે પોતે પણ પોતાના જીવનના સૌથી મોટા દિવસ વિશે સોશિયલ મીડિયા પર પોતાની ખુશી વ્યક્ત કરી હતી. આ સાથે તેણે દીકરી સૌંદર્યા વિશગનની સિદ્ધિ પણ શેર કરી હતી. જોકે, અભિનેતાને એ વાતનું પણ દુઃખ છે કે તેના માર્ગદર્શક કેબી (કે બાલાચંદર) તેને ઍવૉર્ડ મેળવતા જોવા માટે હયાત નથી.

રજનીકાંતે તમિલ અને અંગ્રેજીમાં એક પોસ્ટ શેર કરી કે કેમ 25 ઑક્ટોબર તેમના માટે મહત્વપૂર્ણ છે. તેમણે લખ્યું કે “આવતી કાલ મારા માટે બે ખાસ સીમાચિહ્નો સાથેનો એક મહત્ત્વનો પ્રસંગ છે. લોકોના પ્રેમ અને સમર્થનના કારણે ભારત સરકાર દ્વારા મને પ્રથમ દાદાસાહેબ ફાળકે ઍવૉર્ડ આપવામાં આવી રહ્યો છે.

બીજું, મારી પુત્રી સૌંદર્ય વિશગનને પોતાના પ્રયાસોથી “હૂટ” એપ બનાવવાની પહેલ કરી છે અને તે તેને દુનિયા સમક્ષ રજૂ કરવા જઈ રહી છે. લોકો હવે તેમના અવાજ દ્વારા તેમના વિચારો વ્યક્ત કરી શકે છે, જેમ કે ઇચ્છાઓ અને વિચારો તેઓ તેમની પસંદગીની કોઈપણ ભાષામાં લખી પણ શકે છે. હું મારા અવાજમાં આ નવીન, ઉપયોગી અને તેના પ્રકારની સૌપ્રથમ “હૂટએપ”ને લોન્ચ કરતાં ખૂબ જ ખુશ છું.

entertainment news rajinikanth