ટોસ્ટર પછી હવે રફ્તાર

27 April, 2026 03:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પત્રલેખા પતિ રાજકુમાર રાવને લીડ રોલમાં લઈને નવી ફિલ્મ બનાવવાનું પ્લાનિંગ કરી રહી છે, રાજકુમાર રાવ અને તેની પત્ની પત્રલેખાએ સાથે મળીને ‘કામ્પા ફિલ્મ્સ’ નામનું પ્રોડક્શન હાઉસ શરૂ કર્યું છે અને ફિલ્મનિર્માણ હાથ ધર્યું છે.

ટોસ્ટર પછી હવે રફ્તાર

રાજકુમાર રાવ અને તેની પત્ની પત્રલેખાએ સાથે મળીને ‘કામ્પા ફિલ્મ્સ’ નામનું પ્રોડક્શન હાઉસ શરૂ કર્યું છે અને ફિલ્મનિર્માણ હાથ ધર્યું છે. તેમણે સાથે મળીને ‘ટોસ્ટર’ બનાવી છે અને હવે બન્ને ‘રફ્તાર’ નામની ફિલ્મનું નિર્માણ કરી રહ્યા છે. આ ફિલ્મમાં રાજકુમાર રાવ સાથે ઍક્ટ્રેસ કીર્તિ સુરેશ જોવા મળશે. 
નિર્માતા બનવાના પોતાના નિર્ણય અંગે વાત કરતાં રાજકુમાર રાવે જણાવ્યું  હતું કે ‘હું અને પત્રલેખા લગભગ ૯ વર્ષથી આ દિશામાં તૈયારી કરી રહ્યાં હતાં. ૨૦૧૭-૧૮ દરમ્યાન આ યોજના બની હતી, પરંતુ એ સમયે વાત આગળ વધી શકી નહોતી. ત્યાર બાદ કોવિડ મહામારી આવી ગઈ જેના કારણે કામ અટકી ગયું. હું અને પત્રલેખા બન્ને લાંબા સમયથી અભિનય ક્ષેત્રમાં છીએ અને બન્ને કલાકાર છીએ તેથી પોતાનું પ્રોડક્શન હાઉસ શરૂ કરવું અમારા માટે આગળ વધવાનો રસ્તો હતો. ‘ટોસ્ટર’ પછી ‘રફ્તાર’ ફિલ્મનું નિર્માણ પણ પત્રલેખાએ જ સંભાળ્યું છે. કંપની અમારા બન્નેની છે, પરંતુ નિર્માતાની મોટા ભાગની જવાબદારી પત્રલેખા નિભાવી રહી છે અને મારું એમાં ખાસ યોગદાન નથી.’
પત્રલેખાની ક્ષમતા વિશે વાત કરતાં રાજકુમારે કહ્યું કે ‘પત્રલેખા માત્ર હોમ મિનિસ્ટર નહીં પરંતુ પ્રેસિડન્ટ છે. જેમ આપણા દેશની રાષ્ટ્રપતિ એક મહિલા છે એવી જ રીતે દરેક મહિલા પોતાના ઘરની રાષ્ટ્રપતિ હોય છે. પત્રલેખાએ ગર્ભાવસ્થા દરમ્યાન અને પ્રસૂતિ પછી પણ આ જવાબદારી જે રીતે નિભાવી છે એ જોઈને મારા મનમાં તેના માટે સન્માન વધી ગયું છે.’

rajkummar rao patralekha bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news