રાજકુમાર અને પત્રલેખાને વેડિંગ એનિવર્સરીએ મળી બેસ્ટ ગિફ્ટ, દીકરીના પેરેન્ટ્સ બન્યા

15 November, 2025 09:41 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Rajkummar Rao and Patralekhaa welcome baby girl: અભિનેતા રાજકુમાર રાવ અને અભિનેત્રી પત્રલેખા માતા-પિતા બન્યા છે; દંપતીના ઘરે દીકરીનો જન્મ થયો છે; સોશ્યલ મીડિયામાં આપ્યા ગુડ ન્યુઝ

રાજકુમાર અને પત્રલેખા બન્યા દીકરીના પેરેન્ટ્સ

બોલિવૂડ (Bollywood) માં જાણે ગુડ ન્યુઝની સિઝન ચાલી રહી છે. થોડા દિવસો પહેલા જ કેટરિના કૈફ અને વિકી કૌશલ દીકરાના માતા-પિતા (Vicky Kaushal, Katrina Kaif become parents to baby boy) બન્યા છે. હવે, વધુ એક બોલિવૂડ કપલના ઘરે પારણું બંધાયું છે. શનિવારે વહેલી સવારે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાંથી સારા સમાચાર આવ્યા છે. અભિનેતા રાજકુમાર રાવ (Rajkummar Rao) અને અભિનેત્રી પત્રલેખા (Patralekhaa) માતા-પિતા બન્યા છે. રાજકુમાર રાવ અને પત્રલેખાને તેમના લગ્નના ચોથા વર્ષે માતા-પિતા બનવાનું સૌભાગ્ય મળ્યું છે. તેમના ઘરે દીકરીનો જન્મ થયો છે.

રાજકુમાર રાવ અને પત્રલેખાને ચોથી વેડિંગ એનિવર્સરીએ જીવનની સૌથી મોટી અને અમુલ્ય ભેટ મળી છે. તેમના ઘરે દીકરીનો જન્મ (Rajkummar Rao and Patralekhaa welcome baby girl) થયો છે. દંપતીએ સોશ્યલ મીડિયા (Social Media) પોસ્ટ દ્વારા આ માહિતી શૅર કરી છે. કપલે જોઇન્ટ પોસ્ટ શૅર કરી અને એક ઉજવણી કાર્ડ પોસ્ટ કર્યું છે જેમાં તેમણે લખ્યું છે કે, ‘અમે ખૂબ ખુશ છીએ. ભગવાને અમને એક નાની પરીનો આશીર્વાદ આપ્યો છે. ધન્ય માતાપિતા, પત્રલેખા અને રાજકુમાર." રાજકુમાર રાવ અને પત્રલેખાએ પોસ્ટ સાથે કેપ્શનમાં લખ્યું છે કે, ‘ભગવાને અમને અમારી ચોથી લગ્ન વર્ષગાંઠ પર સૌથી મોટો આશીર્વાદ આપ્યો છે.’

અભિનેતા રાજકુમાર રાવ અને પત્રલેખાના આ ખુશખબર શૅર કરતાની સાથે જ તેમને અભિનંદન મળવા લાગ્યા. સેલેબ્સ આ પોસ્ટ પર કમેન્ટ્સ કરી રહ્યા છે અને તેમને અભિનંદન આપી રહ્યા છે.

બોલિવૂડના લવેબલ કપલમાં ગણાતા રાજકુમાર રાવ અને પત્રલેખાએ ૯ જુલાઈના રોજ એક પોસ્ટમાં પોતાની ગર્ભાવસ્થાની જાહેરાત કરી હતી. એક ઇન્ટરવ્યુમાં, પત્રલેખાએ ખુલાસો કર્યો કે તેણીને ખબર પડી કે તે ન્યુઝીલેન્ડ (New Zealand) ની યાત્રા દરમિયાન ગર્ભવતી છે.

રાજકુમાર રાવ અને પત્રલેખાએ ચાર વર્ષ પહેલા ૧૫ નવેમ્બર ૨૦૨૧ ના ​​રોજ લગ્ન કર્યા હતા. રાજકુમાર રાવને પહેલી નજરમાં જ પત્રલેખા સાથે પ્રેમ થઈ ગયો હતો. પત્રલેખા અને રાજકુમાર રાવ વર્ષ ૨૦૧૪ માં ફિલ્મ `સિટીલાઈટ્સ` ના શૂટિંગ દરમિયાન મળ્યા હતા, ત્યારબાદ બંને પ્રેમમાં પડ્યા હતા. જોકે, રાજકુમારને પત્રલેખાને મનાવવામાં ઘણો સમય લાગ્યો. લગ્ન પહેલા તેઓ ઘણા વર્ષો સુધી ડેટિંગ કરતા હતા. લગભગ ૧૧ વર્ષ ડેટિંગ કર્યા પછી, તેમણે લગ્ન કર્યા હતા. આ દંપતીએ ચંદીગઢ (Chandigarh) માં લગ્ન કર્યા હતા. અભિનેતા રાજકુમાર રાવ અનેકવાર તેમની લવસ્ટોરૂ વિશે જાહેરમાં વાત કરતો હોય છે. હવે લગ્નના ચાર વર્ષ પછી રાજકુમાર રાવ અને પત્રલેખાના ઘરે ખુશીઓનું પારણું બંધાયું છે અને તેમા દીકરીનું આગમન થયું છે ત્યારે કપલની ખુશીનો પાર નથી.

rajkummar rao patralekha entertainment news bollywood bollywood buzz