03 December, 2025 10:14 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાજકુમારે આ ઇવેન્ટમાં દીકરીના જન્મની ખુશીમાં ફોટોગ્રાફર્સને મીઠાઈ વહેંચી હતી
રાજકુમાર રાવ અને પત્રલેખાના ઘરે ૧૫ નવેમ્બરે દીકરીનો જન્મ થયો હતો. એ દિવસે તેમની ચોથી લગ્નતિથિ પણ હતી. રાજકુમાર અને પત્રલેખાએ સોશ્યલ મીડિયાના માધ્યમથી આ સમાચાર ફૅન્સ સાથે શૅર કર્યા હતા. દીકરીના જન્મ પછી રાજકુમાર હાલમાં જાહેરમાં જોવા મળ્યો હતો અને તેણે આ ઇવેન્ટમાં દીકરીના જન્મની ખુશીમાં ફોટોગ્રાફર્સને મીઠાઈ વહેંચી હતી. ફોટોગ્રાફર્સે જ્યારે દીકરીનું નામ પૂછ્યું ત્યારે રાજકુમારે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે અમે હજી સુધી દીકરીનું નામ પાડ્યું નથી.