મારી સૌથી સારી મિત્ર બની રહેવા માટે તમારો આભાર

12 March, 2026 09:47 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાજકુમાર રાવે મમ્મીની દસમી પુણ્યતિથિએ સોશ્યલ મીડિયા પર લખ્યો પત્ર

રાજકુમાર રાવની મમ્મી કમલેશ યાદવની ગઈ કાલે દસમી પુણ્યતિથિ હતી

રાજકુમાર રાવની મમ્મી કમલેશ યાદવની ગઈ કાલે દસમી પુણ્યતિથિ હતી. આ અવસર પર તેણે પોતાની મમ્મીની યાદમાં સોશ્યલ મીડિયા પર ખૂબ જ ઇમોશનલ પોસ્ટ શૅર કરી છે. પોસ્ટમાં તેણે પોતાની મમ્મી ને યાદ કરતાં તેમને પોતાના જીવનની સૌથી સારી મિત્ર પણ ગણાવી છે. રાજકુમાર રાવે સોશ્યલ મીડિયા પર મમ્મીની એક તસવીર શૅર કરીને સાથે ભાવુક સંદેશ લખ્યો. તેણે લખ્યું : ‘મમ્મી, તમને ગયાને આજે ૧૦ વર્ષ થઈ ગયાં, પરંતુ તમારી ખોટ આજે પણ રોજ અનુભવાય છે. તમે આપેલા સિદ્ધાંતો હું આખી જિંદગી સાથે રાખીશ. હું હંમેશાં એવી કોશિશ કરીશ કે મારી મમ્મીને મારા પર ગર્વ થાય. મારી મમ્મી હંમેશાં મારી સાથે છે. સૌથી સારી મા બનવા માટે અને મારી સૌથી સારી મિત્ર બની રહેવા માટે તમારો આભાર. હું તમને ખૂબ પ્રેમ કરું છું.’

rajkummar rao entertainment news bollywood bollywood news social media