16 February, 2026 12:47 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાજકુમારનો નવો લુક
રાજકુમાર રાવ તાજેતરમાં કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબડા દ્વારા આયોજિત ‘બોલતી ખિડકિયાં’ ફિલ્મ ફેસ્ટિવલમાં હાજર રહ્યો હતો. આ ઇવેન્ટના અનેક ફોટો અને વિડિયોમાં રાજકુમાર રાવ અલગ પ્રકારની હેરસ્ટાઇલ અને બદલાયેલા લુકમાં નજર આવ્યો એને લઈને ચાહકોમાં ભારે ચર્ચા ચાલી રહી છે. રાજકુમાર રાવ ટૂંક સમયમાં ભારતીય ક્રિકેટર સૌરવ ગાંગુલી પર બની રહેલી બાયોપિકમાં જોવા મળશે. ફિલ્મનું શૂટિંગ અંદાજે માર્ચ મહિનાની આસપાસ શરૂ થવાની શક્યતા છે. આને કારણે માનવામાં આવે છે કે રાજકુમારનો આ બદલાયેલો લુક કદાચ આ બાયોપિક માટે હોઈ શકે છે.