07 May, 2026 02:27 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નોરા ફતેહી સાથે રાકેશ બેદીની ડાન્સિંગ જુગલબંદી
રાકેશ બેદી હાલ પોતાના આગામી પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે અને એમાં પોતાનો ડાન્સ-પાવર બતાવવા માટે તૈયાર છે. રાકેશ બેદી પોતાની આગામી ફિલ્મમાં આઇટમ-ડાન્સ માટે જાણીતી નોરા ફતેહી સાથે એક ગીતમાં ડાન્સ કરતો જોવા મળશે અને તેણે હાલમાં આ ડાન્સના શૂટિંગનો વિડિયો પણ શૅર કર્યો છે.
રાકેશ બેદીએ આ વિડિયો શૅર કરતી વખતે શરૂઆતમાં કહ્યું કે ‘આજે હું ભારતની સૌથી મોટી સ્ટાર્સમાંથી એક સાથે શૂટિંગ કરી રહ્યો છું. સૌથી મોટી સેન્સેશન, મહાન અભિનેત્રી અને ઉત્તમ ડાન્સર...નોરા ફતેહી.’
વિડિયોમાં નોરા પણ રાકેશ બેદીનાં વખાણ કરતાં કહે છે, ‘તમે કમાલ કરી રહ્યા છો સર. મેં તમારી સાથે મૅચ કરવાની અને તમારા જેટલું સારું કરવાની પૂરી કોશિશ કરી. તમારો ડાન્સ ખૂબ જ સરસ છે, તમે ખૂબ સારું કર્યું છે. હું આતુરતાથી રાહ જોઈ રહી છું કે લોકો આ ગીત જુએ જેથી તેઓ તમારા ડાન્સ-મૂવ્સ પણ જોઈ શકે. મને લાગે છે કે દરેક લગ્નમાં આ ગીત વાગશે.’