ધુરંધર: ધ રિવેન્જમાં જમીલ જમાલીનો રોલ કરવા માટે માંડ-માંડ મળ્યો હતો ઍક્ટર

09 April, 2026 05:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબડાએ ખુલાસો કર્યો કે ૨-૩ કલાકારોએ ના પાડી દીધા પછી રાકેશ બેદીની પસંદગી થઈ હતી...

રાકેશ બેદી

આદિત્ય ધરની બ્લૉકબસ્ટર ફિલ્મ ‘ધુરંધર: ધ રિવેન્જ’માં રાકેશ બેદીએ ભજવેલા જમીલ જમાલીના રોલની ખૂબ પ્રશંસા થઈ રહી છે. આ સંજોગોમાં ફિલ્મના કાસ્ટિંગ ડિરેક્ટરે ખુલાસો કર્યો કે આ ભૂમિકા માટે રાકેશ બેદી પહેલી પસંદ નહોતો અને ૨-૩ કલાકારોએ ના પાડી દીધા પછી તેની પસંદગી થઈ હતી.

મુકેશ છાબડાએ કાસ્ટિંગ પ્રક્રિયા વિશે જણાવતાં કહ્યું હતું કે ‘જમીલ જમાલીના પાત્ર માટે શરૂઆતમાં ૨-૩ કલાકારો સાથે વાત કરવામાં આવી હતી, પરંતુ તેમણે આ ભૂમિકા સ્વીકારવાની ના પાડી દીધી હતી. ત્યાર બાદ મેં દિગ્દર્શક આદિત્ય ધર સાથે ચર્ચા કરીને રાકેશ બેદીનું નામ નક્કી કર્યું હતું. ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં ઘણા કલાકારોને એક જ પ્રકારનાં પાત્રોમાં કાસ્ટ કરવામાં આવે છે, પરંતુ આ વિચારધારાને બદલવાની જરૂર છે. જ્યારે મેં રાકેશ બેદીને ફોન કર્યો ત્યારે તેણે કોઈ ખાસ પ્રશ્ન કર્યા વગર તરત જ હા પાડી દીધી હતી. ખાસ વાત એ રહી કે તેણે વાર્તા સાંભળ્યા વગર જ વિશ્વાસ પર આ પ્રોજેક્ટ સ્વીકારી લીધો હતો.’

dhurandhar rakesh bedi bollywood buzz bollywood news bollywood entertainment news