28 May, 2026 09:26 AM IST | Hyderabad | Gujarati Mid-day Correspondent
કેવિન કુન્ટા રામ ચરણની નવી ફિલ્મના પ્રમોશન દરમ્યાન સતત તેની સાથે જોવા મળે છે
સાઉથના સુપરસ્ટાર રામ ચરણ તેજાએ પોતાની સુરક્ષા માટે એક પ્રોફેશનલ મિક્સ્ડ માર્શલ આર્ટ્સ (MMA)ના ચૅમ્પિયન ફાઇટરને પોતાના પર્સનલ બૉડીગાર્ડ તરીકે રાખ્યો હોવાનો રિપોર્ટ છે. બ્લૅક પૅન્થર તરીકે જાણીતો કેવિન કુન્ટા મૂળ આફ્રિકન છે અને હાલમાં ઇટલીમાં રહે છે. કેવિન કુન્ટા રામ ચરણની નવી ફિલ્મના પ્રમોશન દરમ્યાન સતત તેની સાથે જોવા મળે છે અને મળતી માહિતી પ્રમાણે રામ ચરણ તેની સુરક્ષા માટે આ ફાઇટરને દર મહિને આશરે બેથી ચાર લાખ રૂપિયા ચૂકવી રહ્યો છે. જોકે રામ ચરણ તેજાએ તેને કાયમી ધોરણે પોતાના પર્સનલ સિક્યૉરિટી ગાર્ડ તરીકે હાયર કર્યો છે કે નહીં એ વિશે અભિનેતા અથવા તેની ટીમ દ્વારા હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કે પુષ્ટિ કરવામાં આવી નથી.