✕

રામાયણનો પહેલો ભાગ ૮૦૦ કરોડ રૂપિયાથી પણ ઓછા ખર્ચે બન્યો હોવાનો રામ ગોપાલ વર્માનો દાવો

18 November, 2026 11:11 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રામ ગોપાલ વર્માએ નમિત મલ્હોત્રાની બે ભાગમાં બની રહેલી ફિલ્મ ‘રામાયણ’ના બજેટ વિશે દાવો કર્યો છે કે એનો પહેલો ભાગ ૮૦૦ કરોડ રૂપિયાથી પણ ઓછા બજેટમાં બન્યો છે. આ સિવાય તેમણે એવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે.

રણબીર કપૂર અને રામ ગોપાલ વર્મા

રણબીર કપૂર અભિનીત ‘રામાયણ’ બૉક્સ-ઑફિસ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મના બન્ને ભાગ ૪૦૦૦ કરોડ રૂપિયાના જંગી બજેટમાં બનશે એવું કહેવાય છે. જોકે ફિલ્મમેકર રામ ગોપાલ વર્માએ ફિલ્મના આટલા મોટા બજેટને બકવાસ ગણાવ્યું છે અને ‘રામાયણ’ના ખર્ચ વિશે અનેક દાવા કર્યા છે.

રામ ગોપાલ વર્માએ નમિત મલ્હોત્રાની બે ભાગમાં બની રહેલી ફિલ્મ ‘રામાયણ’ના બજેટ વિશે દાવો કર્યો છે કે એનો પહેલો ભાગ ૮૦૦ કરોડ રૂપિયાથી પણ ઓછા બજેટમાં બન્યો છે. આ સિવાય તેમણે એવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે કે ફિલ્મનો બીજો ભાગ પહેલા ભાગ કરતાં ૧૦ ગણો વધુ બિઝનેસ કરી શકે છે, કારણ કે એમાં મોટા પાયે ઍક્શન જોવા મળશે.

ફિલ્મના બન્ને ભાગ માટે જણાવવામાં આવી રહેલા ૪૦૦૦ કરોડ રૂપિયાના બજેટ ‌વિશે ચાલી રહેલી અટકળો વિશે વાત કરતાં રામ ગોપાલ વર્માએ કહ્યું હતું કે ‘મને જાણવા મળ્યું છે કે પહેલા ભાગનો વાસ્તવિક ખર્ચ ૮૦૦ કરોડ રૂપિયાથી થોડો ઓછો છે. એમાં પરસ્પર ફાયદાકારક સોદા, વૈશ્વિક ટૅક્સ બેનિફિટ્સ અને સબસિડી જેવી બાબતોનો સમાવેશ થાય છે જેનાથી કુલ ખર્ચ હજી પણ ઓછો થઈ જશે. માત્ર હું જ નહીં, કોઈ પણ અનુભવી ફિલ્મમેકર ફિલ્મ જોઈને સમજી શકે છે કે એનો ખર્ચ આના કરતાં વધારે હોઈ જ ન શકે. ફિલ્મ બનાવવાનો ખર્ચ અલગ-અલગ દૃશ્યો પ્રમાણે ઘણો બદલાઈ શકે છે.

કેટલાક લોકો એટલી મૂર્ખતાભરી વાત વિચારે છે કે બન્ને ભાગનો ખર્ચ એકસરખો હશે. આ તો એવું વિચારવા જેવું છે કે કોઈ ફિલ્મમાં ઇન્ટરવલ પહેલાં અને ઇન્ટરવલ પછીનો ખર્ચ એકસરખો હશે. મને એવી ફિલ્મો વિશે ખબર છે જેમાં કુલ ખર્ચના પચાસ ટકા રૂપિયા માત્ર ક્લાઇમૅક્સ પાછળ જ ખર્ચાઈ ગયા હતા. મારું માનવું છે કે પહેલો ભાગ એટલી કમાણી કરી શકે છે કે એનાથી માત્ર પહેલા ભાગનો જ નહીં, પણ કદાચ બન્ને ફિલ્મોનો ખર્ચ પણ વસૂલ થઈ શકે છે.’

ramayan ranbir kapoor ram gopal varma entertainment news bollywood controversies bollywood buzz bollywood news bollywood gossips bollywood