06 May, 2026 09:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
તામિલનાડુ વિધાનસભાની ચૂંટણીમાં જીત બાદ વિજયને અભિનંદનના સંદેશાઓ મળી રહ્યા છે. ફિલ્મમેકર રામ ગોપાલ વર્માએ પણ તેની જીતની પ્રશંસા કરી અને એક રૅર તસવીર શૅર કરી જેમાં વિજય દિવંગત દિગ્ગજ રાજનેતા એમ. કરુણાનિધિ સાથે જોવા મળે છે.
આ તસવીરમાં કરુણાનિધિ એક સમારોહમાં જોવા મળે છે, જ્યારે યુવાન વિજય તેની પાછળ ઊભો છે. રામ ગોપાલ વર્માએ લખ્યું કે ‘એમ. કરુણાનિધિએ ક્યારેય સપનામાં પણ વિચાર્યું નહીં હોય કે તેમની પાછળ ઊભેલો આ છોકરો એક દિવસ તેમની પાર્ટી દ્રવિડ મુન્નેત્ર કઝગમ (DMK)ને હરાવી દેશે.’