ઑક્ટોબરમાં દુબઈમાં યોજાશે રામાયણનું ભવ્ય પ્રીમિયર

27 June, 2026 04:44 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રણબીર કપૂરને ભગવાન રામ તરીકે ચમકાવતી ‘રામાયણ’ દિવાળી વખતે રિલીઝ કરવાનું પ્લાનિંગ છે ત્યારે ફિલ્મના નિર્માતાઓ હવે આ ફિલ્મના ભવ્ય પ્રીમિયરનું આયોજન દુબઈમાં કરવાની તૈયારી કરી રહ્યા હોવાનો રિપોર્ટ છે.

ઑક્ટોબરમાં દુબઈમાં યોજાશે રામાયણનું ભવ્ય પ્રીમિયર

રણબીર કપૂરને ભગવાન રામ તરીકે ચમકાવતી ‘રામાયણ’ દિવાળી વખતે રિલીઝ કરવાનું પ્લાનિંગ છે ત્યારે ફિલ્મના નિર્માતાઓ હવે આ ફિલ્મના ભવ્ય પ્રીમિયરનું આયોજન દુબઈમાં કરવાની તૈયારી કરી રહ્યા હોવાનો રિપોર્ટ છે. પશ્ચિમ એશિયામાં તનાવપૂર્ણ પરિસ્થિતિને કારણે અગાઉ આ કાર્યક્રમ સ્થગિત કરવામાં આવ્યો હતો પણ હવે સ્થિતિમાં સુધારો થતાં ફરી એનું આયોજન કરવામાં આવી રહ્યું છે. 
ફિલ્મની ટીમ હાલ હાઈ-પ્રોફાઇલ ઇવેન્ટ માટે ૨૮ ઑક્ટોબરની તારીખ વિચારી રહી છે. દુબઈમાં પ્રીમિયર યોજવાનું પ્લાનિંગ આયોજન મુજબ આગળ વધશે તો એમાં ફિલ્મના મુખ્ય કલાકારો રણબીર કપૂર, સાઈ પલ્લવી અને યશ હાજર રહેશે. રિપોર્ટ મુજબ આ ઇવેન્ટ માટે દુબઈનાં વિવિધ સ્થળોની પસંદગીની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે અને ટીમ દ્વારા સંભવિત સ્થળોનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. હકીકતમાં વિશ્વસ્તરીય ઇવેન્ટ-ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મોટી ભારતીય વસ્તીને કારણે દુબઈ આટલા મોટા સ્તરની ફિલ્મ માટે આદર્શ સ્થળ માનવામાં આવે છે. જોકે હજુ સુધી નિર્માતાઓ તરફથી આ વિશે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

ramayan ranbir kapoor sai pallavi yash diwali bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news