05 November, 2025 09:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાણા દગુબટ્ટી, મનોજ બાજપાઈ
‘બાહુબલી’થી લોકપ્રિયતા મેળવનાર સાઉથના સ્ટાર રાણા દગુબટ્ટીની પ્રોડક્શન-કંપની સ્પિરિટ મીડિયાએ પોતાની પહેલી હિન્દી ફિલ્મ બનાવવાની જાહેરાત કરી છે અને આ ફિલ્મમાં લીડ રોલમાં મનોજ બાજપાઈ જોવા મળશે. આ ફિલ્મ લેખક અરવિંદ અડિગાની લોકપ્રિય નવલકથા ‘લાસ્ટ મૅન ઇન ટાવર’ પર આધારિત હશે. આ ફિલ્મનું ડિરેક્શન અમેરિકન ડિરેક્ટર બેન રેખી કરવાનો છે. આ ફિલ્મની વાર્તા ભારતની પૃષ્ઠભૂમિ પર આધારિત છે અને એ નૈતિક કૉમ્પ્રોમાઇઝ, મહત્ત્વાકાંક્ષા અને નાજુક માનવીય સંબંધો દર્શાવશે.