રણબીર કપૂરે વારસામાં મળેલા ઘરની ડિઝાઇન બદલી, નામ ન બદલ્યું

05 February, 2026 12:34 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રણબીરે પોતાને વારસામાં મળેલા મકાનનું રિનોવેશન કરાવીને એની ડિઝાઇન અને બાંધણી બદલાવી છે

‘ક્રિષ્ના રાજ’ નામ રણબીર કપૂરનાં દિવંગત દાદી-દાદાની યાદને સમર્પિત છે

રણબીર કપૂર થોડા સમય પહેલાં પાલી હિલ ખાતે રિનોવેટ થયેલા તેના નવા ૬ માળના ઘરમાં શિફ્ટ થયો હતો. રણબીર, આલિયા ભટ્ટ અને નીતુ કપૂરે પોતાની દેખરેખ હેઠળ ઘરનું રિનોવેશન અને ડેકોરેશન કરાવ્યું હતું. આ ઘર અગાઉ રણબીર કપૂરનાં દાદી-દાદાનાં નામ પરથી રાખેલા નામ ‘ક્રિષ્ના રાજ’થી ઓળખાતું હતું.

રણબીરે પોતાને વારસામાં મળેલા મકાનનું રિનોવેશન કરાવીને એની ડિઝાઇન અને બાંધણી બદલાવી છે, પણ નામ બદલાવવાને બદલે ‘ક્રિષ્ના રાજ’ જ રાખવાનું પસંદ કર્યું છે. આ ઘરની નવી નેમપ્લેટમાં પણ આ નામ લખાયેલું છે. ‘ક્રિષ્ના રાજ’ નામ રણબીર કપૂરનાં દિવંગત દાદી-દાદાની યાદને સમર્પિત છે.

ranbir kapoor alia bhatt neetu kapoor neetu singh raj kapoor entertainment news bollywood bollywood news