પ્લીઝ... રાહાનો ફોટો ક્લિક ન કરતા

03 July, 2025 07:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આલિયાએ સફેદ ટી-શર્ટ અને પૅન્ટ પહેર્યાં હતાં જ્યારે રણબીરે બ્લુ જૉગર પહેર્યું હતું. 

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ મંગળવારે વહેલી સવારે પરિવાર સાથે વેકેશન ગાળવા રવાના થયાં હતાં અને ‍ઍરપોર્ટ પર ક્લિક થયાં હતાં. જોકે રણબીર અને આલિયાએ ઍરપોર્ટની અંદર જતાં પહેલાં કારમાંથી બહાર નીકળીને ત્યાં હાજર રહેલા ફોટોગ્રાફર્સને રાહાની તસવીર ક્લિક ન કરવા વિનંતી કરી હતી. ફોટોગ્રાફર્સે કૅમેરા બંધ કરી દીધા એ પછી જ રણબીર અને આલિયા દીકરીને કારમાંથી બહાર લાવ્યાં હતાં. ફોટોગ્રાફર્સે પણ વાયદો નિભાવ્યો હતો અને રાહાનો ફોટો ક્લિક નહોતો કર્યો. એ સમયે આલિયા અને રણબીર આરામદાયક કપડાંમાં જોવા મળ્યાં હતાં. આલિયાએ સફેદ ટી-શર્ટ અને પૅન્ટ પહેર્યાં હતાં જ્યારે રણબીરે બ્લુ જૉગર પહેર્યું હતું. 

રણબીર અને આલિયા દીકરી રાહાની પ્રાઇવસી માટે બહુ અલર્ટ છે. આ વર્ષે માર્ચમાં રણબીરની કઝિન કરીના કપૂર અને સૈફ અલીના ઘરે ચોરીનો પ્રયાસ અને હુમલો થયો હતો. હુમલાખોરે કરીના-સૈફના નાના દીકરા જેહને નિશાન બનાવ્યો હતો. આ ઘટના બાદ આલિયા અને રણબીરે તેમ જ કરીના અને સૈફે તમામ ફોટોગ્રાફર્સને તેમનાં બાળકોના ફોટો ન લેવા કહ્યું છે. આલિયાએ તેના સોશ્યલ મીડિયામાંથી પણ દીકરી રાહાના બધા ફોટો ડિલીટ કરી દીધા છે.

ranbir kapoor alia bhatt bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news