08 April, 2026 10:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શાંતિ રાખો... રાહા સૂતી છે
રણબીર કપૂર અને આલિયા ભટ્ટની દીકરી રાહાની ક્યુટનેસ પર ફૅન્સ ફિદા છે. હાલમાં રણબીર અને આલિયા દીકરી રાહા સાથે ઍરપોર્ટ પર જોવા મળ્યાં હતાં. આ સમયે રાહા મમ્મી આલિયાના ખભા પર ઊંઘી ગઈ હતી. આ સમયે આલિયાનું કાળજી રાખતી માતાનું રૂપ જોવા મળ્યું હતું. વિડિયોમાં આલિયા દીકરી રાહાને કૅમેરાની નજરથી બચાવતી પણ જોવા મળે છે.
આ સાથે જ રણબીરનું ક્યુટ રીઍક્શન પણ જોવા મળ્યું છે. રાહા સૂતી હોવાના કારણે રણબીર ફોટોગ્રાફર્સને શાંતિ રાખવાનું અને રાહાથી થોડું અંતર જાળવવાનો ઇશારો કરે છે. આ પછી રણબીરે થોડો સમય ઊભા રહીને ફોટોગ્રાફર્સને પોઝ પણ આપ્યો હતો.