02 April, 2026 10:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રણબીર કપૂર
રણબીર કપૂરની આગામી ફિલ્મ ડિરેક્ટર નીતેશ તિવારીની ‘રામાયણ’ છે. હાલમાં આ ફિલ્મની જોરશોરથી ચર્ચા છે. હાલમાં ન્યુ યૉર્કમાં યોજાયેલી ફિલ્મની એક પ્રમોશનલ ઇવેન્ટ દરમ્યાન રણબીરે આ રોલ કરવાના પોતાના પ્રયાસો વિશે વાત કરી.
પ્રમોશન દરમ્યાન વાતચીત કરતી વખતે રણબીરે કહ્યું કે ‘ભગવાન રામના પાત્ર માટે મેં રામાનંદ સાગર દ્વારા બનાવવામાં આવેલી ટીવી-સિરિયલ ‘રામાયણ’ જોઈ હતી. મારો ધર્મ છે કે હું મારું કામ સંપૂર્ણ ઇમાનદારી અને સચ્ચાઈથી કરું. શાસ્ત્રોમાં એક સુંદર વાક્ય છે ‘ધર્મો રક્ષતિ રક્ષિતઃ’ એટલે કે જે ધર્મની રક્ષા કરે છે, ધર્મ તેની રક્ષા કરે છે.’