✕

હૅપી બર્થ-ડે ક્યુટી

29 September, 2026 10:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રણબીર કપૂરે ગઈ કાલે ૪૪મો જન્મદિવસ પોતાના નવા ઘરમાં ઉજવ્યો. ખાસ દિવસે તેણે ચાહકોને સરપ્રાઇઝ આપીને તેમની વચ્ચે કેક કાપ્યો અને ફોટોગ્રાફર્સ તથા ફૅન્સનો હાથ જોડીને આભાર માન્યો. તેના સેલિબ્રેશનનો વિડિયો વાઇરલ થયો છે.

રણબીર કપૂરે ફૅન્સ અને ફોટોગ્રાફર્સ સાથે ઊજવી ૪૪મી વર્ષગાંઠ

ગઈ કાલે રણબીર કપૂરની ૪૪મી વર્ષગાંઠ હતી અને તેણે પોતાના નવા ઘરમાં પોતાના આ પહેલા જન્મદિવસની ખાસ રીતે ઉજવણી કરી હતી. પોતાના આ ખાસ દિવસે રણબીરે ચાહકોને પણ એક ખાસ સરપ્રાઇઝ આપીને તેમની વચ્ચે જઈને ઉજવણી કરી હતી. રણબીરના બર્થ-ડે સેલિબ્રેશનના વાઇરલ થયેલા વિડિયોમાં તે ફોટોગ્રાફર્સ અને ફૅન્સ સાથે કેક કાપતો જોવા મળ્યો હતો. આ દરમ્યાન તેણે હાથ જોડીને સૌનો આભાર માન્યો હતો અને કેક સાથે પોઝ પણ આપ્યા હતા.

ગઈ કાલે રણબીર કપૂરની ૪૪મી વર્ષગાંઠ હતી. આ દિવસે પત્ની આલિયા ભટ્ટે સોશ્યલ મીડિયા પર પતિ સાથેની પર્સનલ તસવીરોનો ખજાનો ફૅન્સ માટે ખુલ્લો કરી દીધો હતો. આ તસવીરોમાં તેમની હૉટ કેમિસ્ટ્રી અને નિકટતા આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે. આલિયાએ આ તસવીરો સાથે ‘હૅપી બર્થ-ડે ક્યુટી’નો મેસેજ પણ લખ્યો હતો.

ranbir kapoor alia bhatt entertainment news bollywood controversies bollywood buzz bollywood news bollywood movie review bollywood gossips bollywood events bollywood