ફોટોગ્રાફર્સને ઝઘડતા જોઈને ચોંકી ગયો રણબીર

29 April, 2024 05:49 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હાજર ફોટોગ્રાફર્સમાંથી એકાદ-બે ઝઘડો કરી રહ્યા હતા અને અપશબ્દો બોલી રહ્યા હતા

રણબીર કપૂર

રણબીર કપૂર શનિવારે સુરતમાં એક ઇવેન્ટમાં પહોંચ્યો હતો. એ દરમ્યાન હાજર ફોટોગ્રાફર્સમાંથી એકાદ-બે ઝઘડો કરી રહ્યા હતા અને અપશબ્દો બોલી રહ્યા હતા. એ વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. એમાં તેનો ઇન્ટરવ્યુ ચાલી રહ્યો હતો અને ફોટોગ્રાફર્સને ઝઘડો કરતાં જોઈને રણબીરે તેમને પૂછ્યું પણ કે ક્યૂં ઝઘડ રહે હો? એ જ વિડિયોમાં રણબીર જ્યારે સીડીઓ ઊતરે છે એ જ વખતે તેનો પગ લપસે છે, પરંતુ તે પોતાને સંભાળી લે છે. આમ છતાં તે હાથ દેખાડીને હાજર લોકો સામે સ્માઇલ કરે છે. બીજી તરફ સોશ્યલ મીડિયા યુઝર્સ પાપારાઝીના ખરાબ વર્તનની નિંદા કરી રહ્યા છે. એ વિડિયો પર કમેન્ટ કરતાં યુઝરે લખ્યું કે ‘પાપારાઝી આ કેવી ભાષા બોલી રહ્યા છે, રણબીર પણ ચોંકી ગયો હતો.’

શૂટિંગ વખતે દરેક દૃશ્ય બાદ દીકરીને વિડિયો-કૉલ કરે છે રણબીર

રણબીર કપૂરે ફરી કામ શરૂ કરી દીધું છે અને એ વચ્ચે તે સમય કાઢી સતત દીકરી રાહાને વિડિયો-કૉલ કરતો રહે છે. તેણે નિતેશ તિવારીની ‘રામાયણ’નું શૂટિંગ શરૂ કરી દીધું છે. આ શૂટિંગના ફોટો પણ લીક થયા છે. આ સેટના ફોટો અગાઉ પણ લીક થયા હતા એટલે સેટ પર નો-મોબાઇલ પૉલિસી લગાવવામાં આવી હતી. જોકે એમ છતાં ફોટો લીક થઈ રહ્યા છે. સેટ પર કોઈને મોબાઇલ લાવવાની પરવાનગી નથી. સેલિબ્રિટીઝ પણ તેમની વૅનિટી-વૅનમાં ફોન રાખે છે. આથી શૉટના રીટેક વચ્ચે પણ રણબીર તેની દીકરીને ફોન નથી કરી શકતો. દૃશ્ય જ્યારે પૂરું થાય અને બ્રેક આવે કે તરત જ તે વૅનિટી-વૅનમાં પહોંચી જાય છે. દરેક દૃશ્ય બાદ તે તેની દીકરીને વિડિયો-કૉલ કરી રહ્યો હોવાની ચર્ચા છે.

ranbir kapoor entertainment news bollywood buzz bollywood news bollywood social media