બૉલીવુડમાંથી એકમાત્ર રણબીર કપૂરનો પ્રતિષ્ઠિત TIME100 યાદીમાં સમાવેશ

17 April, 2026 10:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રણબીરની આ સિદ્ધિ પર તેની પત્ની અને અભિનેત્રી આલિયા ભટ્ટે સોશ્યલ મીડિયા પર પ્રતિક્રિયા આપી છે

રણબીર કપૂર

પ્રતિષ્ઠિત TIME મૅગેઝિને એની ૨૦૨૬ની TIME100 યાદી જાહેર કરી છે. આ યાદીમાં અલગ-અલગ ક્ષેત્રોના ૧૦૦ સૌથી પ્રભાવશાળી લોકોનાં નામનો સમાવેશ કરવામાં આવ્યો  છે. આ વર્ષે યાદીમાં રણબીર કપૂરના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે. ખાસ વાત તો એ છે કે આ યાદીમાં આ વર્ષે બૉલીવુડમાંથી માત્ર રણબીરને જ સ્થાન મળ્યું છે. તેના સિવાય આ યાદીમાં કોઈ અન્ય અભિનેતા કે અભિનેત્રીને સ્થાન મળ્યું નથી.

રણબીરની આ સિદ્ધિ પર તેની પત્ની અને અભિનેત્રી આલિયા ભટ્ટે સોશ્યલ મીડિયા પર પ્રતિક્રિયા આપી છે. તેણે સોશ્યલ મીડિયા પર રણબીરની પ્રશંસા કરતાં લખ્યું, ‘લુકિંગ ગુડ બેબી’.

ranbir kapoor time magazine entertainment news bollywood bollywood news bollywood gossips