30 July, 2026 11:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રણબીર કપૂર અને ઋષિ કપૂર
રણબીર કપૂર છેલ્લા કેટલાક મહિનાથી ફિલ્મ ‘રામાયણ’માં ભગવાન રામની ભૂમિકા માટે ક્લીન-શેવ લુકમાં જોવા મળી રહ્યો હતો. ફિલ્મની ભવ્ય ઇવેન્ટ માટે અમેરિકા જતી વખતે તે રફ અને દાઢીવાળા લુકમાં જોવા મળ્યો હતો, પણ હાલમાં તે મૂછોવાળા નવા લુકમાં સ્પૉટ કરવામાં આવ્યો હતો. આ સમયે રણબીરના લુકની સાથે સાથે તેના મોબાઇલ ફોનના વૉલપેપરની એક તસવીરે પણ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.
રણબીરે ફોનના વૉલપેપર પર પત્ની આલિયા ભટ્ટ કે પુત્રી રાહાની તસવીર રાખવાને બદલે પોતાના દિવંગત પિતા રિશી કપૂરની તસવીર રાખી છે. આ તસવીર રિશી કપૂરે દુબઈ જતી વખતે હાથમાં ગ્લાસ લઈને લીધેલો એક સેલ્ફી છે. આ તસવીર સામે આવ્યા બાદ રિશીના ચાહકો ઇમોશનલ થઈ ગયા હતા.