04 July, 2025 07:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જોઈ લો રામાયણનો ફર્સ્ટ લુક
નીતેશ તિવારીના ડિરેક્શનમાં ૮૩૫ કરોડ રૂપિયાના તોતિંગ ખર્ચે બનેલી ‘રામાયણ’નો ફર્સ્ટ લુક રિલીઝ થયો છે અને સાથે જ પહેલી વખત ફિલ્મની સ્ટારકાસ્ટ, ફિલ્મના બન્ને ભાગની રિલીઝ-ડેટ પણ જાહેર કરવામાં આવી છે. ફિલ્મનો પ્રથમ ભાગ ૨૦૨૬ની દિવાળીમાં અને બીજો ભાગ ૨૦૨૭ની દિવાળીમાં રિલીઝ થશે.
રામ-સીતાની ગાથા દર્શાવતી ‘રામાયણ’માં રામની ભૂમિકા રણબીર કપૂર ભજવી રહ્યો છે જ્યારે માતા જાનકીની ભૂમિકામાં સાઉથની સ્ટાર સાઈ પલ્લવી જોવા મળશે. આ ફિલ્મમાં લંકાપતિ રાવણની ભૂમિકા KGF ફેમ સાઉથ સ્ટાર યશ નિભાવશે. ભગવાન રામના ભક્ત હનુમાનની ભૂમિકા સની દેઓલ ભજવશે, જ્યારે રામની સાથે પડછાયાની જેમ રહેનાર લક્ષ્મણની ભૂમિકા ટીવી-ઍક્ટર રવિ દુબે ભજવશે. દમદાર સ્ટારકાસ્ટની સાથે ફિલ્મમાં પહેલી વખત ઑસ્કર જીતેલા બે મ્યુઝિક લેજન્ડ્સ હાન્સ ઝિમર અને એ. આર. રહમાને સાથે મળીને ફિલ્મનું સંગીત રચ્યું છે.