17 April, 2025 07:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રણબીર કપૂર અને આલિયા ભટ્ટ
૧૪ એપ્રિલે રણબીર કપૂર અને આલિયા ભટ્ટની ત્રીજી મૅરેજ-ઍનિવર્સરી હતી. આ કપલની મૅરેજ-ઍનિવર્સરી નિમિત્તે રણબીરનો એક જૂનો ઇન્ટરવ્યુ વાઇરલ થયો છે જેમાં તેણે આલિયાનાં ભરપૂર વખાણ કર્યાં હતાં અને તેને ઇન્ડિયન સિનેમાના ઇતિહાસની ખાસ ઍક્ટર ગણાવી હતી.
પોતાના આ ઇન્ટરવ્યુમાં રણબીરે કહ્યું હતું કે ‘ઇન્ડિયન સિનેમાના સૌથી મહત્ત્વના ઍક્ટર્સમાં આલિયાનો સમાવેશ કરી શકાય. તેણે જે કામ કર્યું છે અને તે જે રીતે પોતાનાં મૂલ્યોમાં શ્રદ્ધા રાખીને આગળ વધી રહી છે એ રીતે તે આદરને પાત્ર છે. એક વાત સ્પષ્ટ છે કે ઇન્ડિયન સિનેમાની હિસ્ટરીના સૌથી મહત્ત્વના ઍક્ટર્સની યાદીમાં આલિયાનું સ્થાન છે. જોકે તે મારી પત્ની છે એટલે હું આવું નથી કહી રહ્યો. તેણે પડદા પર જે પ્રકારનું કામ કર્યું છે, તે જે પ્રકારનું જીવન જીવે છે અને તે જે રીતે વૅલ્યુ-સિસ્ટમને વળગી રહે છે એ સરાહનીય છે. મેં આટલી સ્ટ્રેંગ્થ કોઈ સ્ત્રી કે પુરુષમાં નથી જોઈ અને મને લાગે છે કે એને માટે તે આદરને પાત્ર છે.’