રણદીપ હૂડા પૂર-પીડિતોની મદદ કરવા માટે સીધો પહોંચી ગયો ગુરદાસપુર

04 September, 2025 08:28 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રણદીપે આ રાહતકાર્યો હાથ ધરવા માટે ગ્લોબલ સિખ્સ ફાઉન્ડેશન સાથે મળીને કામ કર્યું છે.

ણદીપ હૂડા પૂર-પીડિતોની મદદ કરવા માટે સીધો ગુરદાસપુર પહોંચી ગયો હતો

હાલમાં પંજાબ ભારે પૂરની પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે ત્યારે ઘણી સેલિબ્રિટીઓએ આ મામલે પ્રતિક્રિયા આપી છે અને ડોનેશન પણ કર્યું છે. જોકે રણદીપ હૂડા પૂર-પીડિતોની મદદ કરવા માટે સીધો ગુરદાસપુર પહોંચી ગયો હતો અને રાહતકાર્ય હાથ ધર્યું હતું. રણદીપે આ રાહતકાર્યો હાથ ધરવા માટે ગ્લોબલ સિખ્સ ફાઉન્ડેશન સાથે મળીને કામ કર્યું છે. રાહતકાર્યમાં દિલ દઈને કામ કરી રહેલા રણદીપની તસવીરો અને વિડિયો વાઇરલ થઈ રહ્યાં છે.

randeep hooda bollywood news bollywood buzz bollywood gossips bollywood entertainment news