ઑસ્ટ્રેલિયાની પાર્લમેન્ટને આજે સંબોધન કરશે રાની મુખરજી અને કરણ જોહર

13 August, 2024 07:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧૫ ઑગસ્ટે ઑસ્ટ્રેલિયામાં પંદરમા ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઑફ મેલબર્નની શરૂઆત થવાની છે

રાની મુખરજી અને કરણ જોહર

રાની મુખરજી અને કરણ જોહર આજે ઑસ્ટ્રેલિયાની સંસદને સંબોધિત કરવાનાં છે. તેઓ ભારતીય સિનેમાના સમૃદ્ધ વારસા પર ચર્ચા કરશે. ૧૫ ઑગસ્ટે ઑસ્ટ્રેલિયામાં પંદરમા ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઑફ મેલબર્નની શરૂઆત થવાની છે, જે પચીસ ઑગસ્ટ સુધી આયોજિત કરવામાં આવ્યો છે. સંસદના આમંત્રણ પર ખુશી વ્યક્ત કરતાં રાની મુખરજી કહે છે, ‘મારા માટે એ સન્માનની વાત છે કે મને સિનેમાના માધ્યમથી ભારત અને ઑસ્ટ્રેલિયાના મજબૂત થતા સાંસ્કૃતિક સંબંધો પર વાત કરવાની તક મળી છે. ભારતીય સિનેમામાં તામિલ, તેલુગુ, મલયાલમ, કન્નડા, મરાઠી, ગુજરાતી, પંજાબી, બંગાળી, આસામી, ઓડિયા, હિન્દી અને અન્ય ભાષાઓનો સમાવેશ થાય છે. આપણી ફિલ્મો વિશ્વસ્તરે લોકોને આકર્ષિત કરે છે. અમારી ફિલ્મો લોકોના જીવનમાં આનંદ લાવે છે. વિવિધતાસભર દેશને ઑસ્ટ્રેલિયાની સંસદમાં રિપ્રેઝન્ટ કરવાની મને તક મળી એની મને ખુશી છે.’

તો બીજી તરફ કરણ જોહર કહે છે, ‘આ ઐતિહાસિક અવસરમાં જોડાવા અને ભારતીય સિનેમાની અદ્ભુત જર્નીને સેલિબ્રેટ કરવા માટે હું આતુર છું. એ જોવું અવિશ્વસનીય છે કે એક અદ્ભુત સ્ટોરી દેખાડવા માટે કેટલા દૂર સુધી જવું પડે છે. આ અવસર ભારતીય સિનેમાની સાંસ્કૃતિક અસરનું વધતું એક પ્રમાણ છે. હું સંસદનો આભારી છું કે મને ભારતીય સિનેમાના વારસા અને સ્ટોરી-ટેલિંગની ચર્ચા કરવાનું આમંત્રણ આપ્યું છે.’

rani mukerji karan johar australia entertainment news bollywood bollywood news