19 January, 2026 03:27 PM IST | Pune | Gujarati Mid-day Correspondent
રાણી મુખર્જી
રાની મુખરજી ૩૦ જાન્યુઆરીએ રિલીઝ થનારી તેની ફિલ્મ ‘મર્દાની 3’ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મની રિલીઝ પહેલાં રાની પુણેસ્થિત પ્રસિદ્ધ શ્રીમંત દગડૂશેઠ હલવાઈ ગણપતિ મંદિર પહોંચી હતી અને બાપ્પાનાં દર્શન કર્યાં.
આ દર્શન કરીને રાનીએ પોતાનો અનુભવ જણાવતાં કહ્યું હતું કે ‘હું અહીં હંમેશાં દર્શન માટે આવું છું. હું કોઈ પણ શહેરમાં જાઉં, ફિલ્મ રિલીઝ થતી હોય કે ન હોય પણ મને મંદિર જવું ગમે છે. દર્શન કરવાથી મને શાંતિ મળે છે. પુણે આવીએ તો દગડૂશેઠ મંદિર આવવું જ પડે. જ્યારે હું ‘ઐયા’ ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી ત્યારે પણ અહીં દર્શન માટે આવતી હતી. હવે મારી નવી ફિલ્મ આવી રહી છે એટલે આશીર્વાદ લેવા આવી છું.’
રાનીએ વધુમાં કહ્યું હતું કે ‘હું પ્રાર્થના કરું છું કે આખી દુનિયામાં શાંતિ રહે, બધા લોકો શાંતિથી રહે. બાળકોનું દુઃખ બાપ્પા દૂર કરે. જેને હું ઓળખું છું, તેમના જીવનમાં ખુશીઓ આવે. ફિલ્મ ચાલે કે ન ચાલે, એ તો દર્શકોના હાથમાં હોય છે. મેં આ ઇન્ડસ્ટ્રીમાં ૩૦ વર્ષ કામ કર્યું છે અને બાપ્પાના આશીર્વાદ વગર આ બધું શક્ય નથી.’