ફરી જામશે આલિયા ભટ્ટ અને રણવીર સિંહની જોડી?

29 December, 2025 02:27 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રૉકી ઔર રાની કી પ્રેમ કહાની પછી હવે આ બન્ને સ્ટાર્સ પ્રલયમાં સાથે દેખાશે એવા રિપોર્ટ

રણવીર સિંહ અને આલિયા ભટ્ટની ફાઇલ તસવીર

‘ધુરંધર’ની સફળતા પછી રણવીર સિંહ હવે પોતાની આગામી ફિલ્મ ‘પ્રલય’ની તૈયારી કરી રહ્યો છે. આ ફિલ્મનું ડિરેક્શન જય મહેતા કરશે. ‘પ્રલય’ એક ઝૉમ્બી-થ્રિલર ફિલ્મ છે અને રિપોર્ટ પ્રમાણે એમાં રણવીર સાથે લીડ ઍક્ટ્રેસ તરીકે આલિયા ભટ્ટ જોવા મળી શકે છે. આલિયા અને રણવીરની જોડી આ પહેલાં ‘ગલીબૉય’ અને ‘રૉકી ઔર રાની કી પ્રેમ કહાની’માં જોવા મળી હતી. મળતી માહિતી પ્રમાણે ‘પ્રલય’માં ફીમેલ લીડનું પાત્ર બહુ જ મહત્ત્વનું છે અને એને માત્ર લવ-ઇન્ટરેસ્ટ તરીકે રજૂ કરવામાં આવ્યું નથી. આ લીડ ઍક્ટ્રેસ એક તૂટતી જતી દુનિયામાં હીરોના વિચારોને પડકાર આપતી યુવતી તરીકે જોવા મળશે અને મેકર્સને લાગે છે કે આ રોલ આલિયા બહુ સારી રીતે કરી શકશે.

alia bhatt ranveer singh upcoming movie entertainment news bollywood bollywood news