23 December, 2025 10:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ મુંબઈ ઍરપોર્ટ પર
ગઈ કાલે રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ મુંબઈ ઍરપોર્ટ પર જોવા મળ્યાં હતાં. તેમણે એકબીજાનો હાથ પકડ્યો હતો અને બન્નેએ ઓવરકોટ અને સનગ્લાસ સાથે એકબીજા સાથે મૅચિંગ આઉટફિટ પહેર્યાં હતાં. બન્નેને ફોટોગ્રાફર્સ સામે સ્માઇલ કરીને તેમને પૉઝિટિવ પ્રતિભાવ આપ્યો હતો. થોડા સમય પછી રણવીરના પિતા જગજિત સિંહ ભાવનાણી, મમ્મી અંજુ અને બહેન રિતિકા પણ ઍરપોર્ટ પર દેખાયાં અને ફોટોગ્રાફર્સને પોઝ આપ્યા. તેમને સાથે જોઈને એવું માનવામાં આવી રહ્યું છે કે આખો પરિવાર ‘ધુરંધર’ની સફળતાની અને નવા વર્ષની ઉજવણી માટે રજાઓ પર નીકળ્યો છે.