રણવીર સિંહે પોતાને ગિફ્ટ કરી સાડાચાર કરોડ રૂપિયાની લક્ઝરી ઇલેક્ટ્રિક કાર

12 July, 2025 07:17 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

Hummer EV 3X મૉડલ ખરીદનાર તે બૉલીવુડનો પ્રથમ સેલિબ્રિટી બન્યો

લક્ઝરી ઇલેક્ટ્રિક કાર Hummer EV 3X

૬ જુલાઈએ રણવીર સિંહની ૪૦મી વર્ષગાંઠ હતી અને આ ખાસ અવસરે તેણે પોતાને એક લક્ઝરી ઇલેક્ટ્રિક કાર Hummer EV 3Xની ગિફ્ટ આપી હતી. આ રણવીર સિંહની પ્રથમ ઇલેક્ટ્રિક કાર છે અને એની કિંમત ૪.૫ કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.  તાજેતરમાં એક વિડિયો આવ્યો હતો જેમાં કાર રણવીરના ઘરની બહાર જોવા મળી હતી. 

બૉલીવુડમાં રણવીર પહેલો એવો સ્ટાર છે જેણે આ મૉડલની કાર ખરીદી છે. રણવીરના  કાર-કલેક્શનની વાત કરીએ તો તેની પાસે પહેલેથી જ ૪.૩૮ કરોડ રૂપિયાની રેન્જ રોવરથી લઈને ૩.૧૫ કરોડની લમ્બોર્ગિની, Aston Martin Rapide S, મર્સિડીઝ મેબૅક GLS 600 4Matic અને જૅગ્વાર XJ L કાર્સ છે. દરેકની કિંમત ૩ કરોડ રૂપિયાથી વધુ છે. આ કલેક્શનમાં માત્ર જૅગ્વારની કિંમત ૯૯ લાખ રૂપિયા હોવાનું કહેવાય છે.

ranveer singh bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news