Entertainment Update : નઝર ન લગ જાએ

09 September, 2026 10:43 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે દીકરી દુઆની બીજી વર્ષગાંઠે બ્લૅક ઍન્ડ વાઇટ તસવીરો શૅર કરી. બેબી-બમ્પ સાથેની દુઆની ક્યુટ તસવીરોએ સોશ્યલ મીડિયા પર સૌનું ધ્યાન ખેંચ્યું.

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની દીકરી દુઆ

ગઈ કાલે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની દીકરી દુઆની બીજી વર્ષગાંઠ હતી અને એ નિમિત્તે બન્નેએ ત્રણેયના અદ્ભુત બ્લૅક ઍન્ડ વાઇટ ફોટો શૅર કર્યા હતા. દીપિકા અત્યારે બીજી પ્રેગ્નન્સીના આઠમા મહિનામાં છે. તેના બેબી-બમ્પ સાથેની દુઆની ક્યુટ તસવીરોએ સોશ્યલ મીડિયા પર ધમાલ મચાવી દીધી છે. આ તસવીરો શૅર કરીને રણવીરે કહ્યું કે બેબી દુઆ અને અમારાં હૃદય મોટાં થઈ રહ્યાં છે.

હૃતિક રોશનની મમ્મીએ વર્સોવામાં ખરીદ્યા ૬૭.૩૦ કરોડના બે લક્ઝરી ફ્લૅટ

હૃતિક રોશનની મમ્મી પિન્કી રોશને વર્સોવા વિસ્તારમાં આવેલા બે લક્ઝરી ફ્લૅટ કુલ ૬૭.૩૦ કરોડ રૂપિયામાં ખરીદ્યા હોવાનો રિપોર્ટ છે. આ બન્ને ફ્લૅટ વર્સોવાના સેવન બંગલોઝ વિસ્તારમાં આવેલા લોટસ સેલેસ્ટિયા રેસિડેન્શિયલ પ્રોજેક્ટના ૨૪મા માળે સ્થિત છે. બન્ને ફ્લૅટ મળીને અંદાજે ૧૨,૮૬૦ સ્ક્વેર ફુટનો કાર્પેટ એરિયા ધરાવે છે. 

નવ્યા નવેલી નંદાએ મમ્મી શ્વેતા બચ્ચનની ૧૧ વર્ષ જૂની ફૅશનની કરી કૉપી

ડિઝાઇનર જોડી અબુ જાની અને સંદીપ ખોસલાના ફૅશન-લેબલને ૪૦ વર્ષ પૂર્ણ થયાના અવસરે આયોજિત સેલિબ્રેશનમાં અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા નવેલી નંદાએ તેની મમ્મી શ્વેતા બચ્ચને ૧૧ વર્ષ પહેલાં જેવો ડ્રેસ પહેર્યો હતો એવો જ જૂનો ડ્રેસ પહેર્યો હતો. હકીકતમાં શ્વેતા ૨૦૧૫માં અબુ-સંદીપની એક ઇવેન્ટમાં ગોલ્ડન ગર્લ લુકમાં જોવા મળી હતી અને હવે દીકરી નવ્યાએ તેના આ લુકને રીક્રીએટ કર્યો હતો.

ranveer singh deepika padukone instagram social media viral post entertainment news bollywood controversies bollywood buzz bollywood news bollywood movie review bollywood gossips bollywood events bollywood