મમ્મીએ શીખવ્યું છે કે હું રણબીરવર્ધનની માત્ર બહેન જ નહીં પણ બીજી મા છું

30 August, 2026 12:30 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રવીના ટંડનની દીકરી રાશા થડાણીએ રક્ષાબંધન પર નાના ભાઈ સાથેના ખાસ બંધન વિશે વાત કરી, રવીના ટંડનની દીકરી રાશા અને પુત્ર રણબીરવર્ધને આ વર્ષે રક્ષાબંધનનું સેલિબ્રેશન ખૂબ જ ખાસ અંદાજમાં કર્યું.

મમ્મીએ શીખવ્યું છે કે હું રણબીરવર્ધનની માત્ર બહેન જ નહીં પણ બીજી મા છું

રવીના ટંડનની દીકરી રાશા અને પુત્ર રણબીરવર્ધને આ વર્ષે રક્ષાબંધનનું સેલિબ્રેશન ખૂબ જ ખાસ અંદાજમાં કર્યું. રાશાએ પોતાના ભાઈના હાથમાં રાખડી બાંધી અને આ અવસરે બન્નેએ પોતાની રિલેશનશિપ વિશે વાત કરી.
રાશાએ જણાવ્યું કે પહેલાં રક્ષાબંધન તેમના માટે માત્ર પરિવાર સાથે ભેગા થઈને ઊજવવાનો તહેવાર હતો, પણ હવે તેને આ સંબંધનો સાચો અર્થ સમજાયો છે. તેણે કહ્યું હતું કે ‘રક્ષાબંધનનો અર્થ એ છે કે અમે બન્ને હંમેશાં એકબીજાની સાથે રહીશું અને એકબીજાની રક્ષા કરીશું. મમ્મીએ રણબીરને હંમેશાં કહ્યું હતું કે જ્યારે હું આસપાસ ન હોઉં ત્યારે રાશા તારી બહેન જ નહીં, તારી બીજી મમ્મી પણ છે. મારી મમ્મીની આ કેળવણીને કારણે અમારા બન્ને વચ્ચેનો સંબંધ માત્ર ભાઈ-બહેન પૂરતો જ નથી રહ્યો, પણ એમાં જવાબદારી અને સંભાળની લાગણી પણ જોડાઈ ગઈ છે.’
રાશા ઍક્ટિંગના ફીલ્ડમાં સક્રિય છે જ્યારે રણબીરવર્ધન હાલ ઉચ્ચ અભ્યાસ માટે લંડનમાં રહે છે. પોતાના નાના ભાઈ વિશે વાત કરતાં રાશાએ કહ્યું હતું કે ’મને તેના પર ખૂબ ગર્વ છે. તે એકલો વિદેશમાં રહીને અભ્યાસ કરી રહ્યો છે. અમે દરરોજ તેની સાથે નથી હોતા. મને લાગે છે કે હું કદાચ આવું ન કરી શકું, કારણ કે મને હંમેશાં પરિવારનો ભાવનાત્મક સહારો જોઈએ.’

rasha thadani raveena tandon raksha bandhan festivals bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news