11 May, 2026 03:59 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાશા થડાણીને અહાન પાંડે અને અનીત પડ્ડાથી પ્રૉબ્લેમ?
રવીના ટંડનની દીકરી રાશા થડાણીની ગણતરી ટૅલન્ટેડ ઍક્ટ્રેસ તરીકે થાય છે પણ હાલમાં તે નકારાત્મક વિવાદમાં ફસાઈ છે. હાલમાં સોશ્યલ મીડિયામાં એવી ચર્ચા ચાલી છે કે રાશાને નવોદિત સ્ટાર જોડી અહાન પાંડે તેમ જ અનીત પડ્ડાથી પ્રૉબ્લેમ છે. હકીકતમાં રાશા એક એવા સોશ્યલ મીડિયા પેજને ફૉલો કરી રહી છે જેમાં નિયમિત અહાન પાંડે અને અનીત પડ્ડા વિરુદ્ધ નેગેટિવ કમેન્ટ થાય છે. આ હકીકત જાહેર થતાં રાશા વિવાદમાં ફસાઈ છે. જોકે અત્યાર સુધી રાશા તરફથી આ સમગ્ર મામલે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. બીજી તરફ અહાન અને અનીતે પણ આ મુદ્દે મૌન જાળવી રાખ્યું છે.