મારી મમ્મી... મારી હીરો

27 October, 2025 09:47 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાશા થડાણીએ મમ્મી રવીના ટંડનને આપી પ્રેમભરી બર્થ-ડે શુભેચ્છા

આ પોસ્ટ શૅર કરતી વખતે રાશાએ સરસ કૅપ્શન લખી છે

રવીના ટંડનની ગઈ કાલે ૫૩મી વર્ષગાંઠ હતી અને એ દિવસે દીકરી રાશા થડાણીએ સોશ્યલ મીડિયા પર ખાસ પોસ્ટ શૅર કરીને મમ્મીને બર્થ-ડેની શુભેચ્છા આપી હતી. આ પોસ્ટમાં રાશાએ મમ્મી સાથે પસાર કરેલી કેટલીક સુંદર ક્ષણોને યાદ કરતી તસવીર શૅર કરી છે તેમ જ રવીનાની મહેનત, પ્રેમ અને શીખવેલી વાતોને યાદ કરી છે. 

આ પોસ્ટ શૅર કરતી વખતે રાશાએ કૅપ્શન લખી છે, ‘એક એવા ખાસ આઇકનને જન્મદિવસની શુભેચ્છા જે મારી મમ્મી છે... ટાઇમલેસ, ફિયરલેસ અને રેડિયન્ટ. અસલી ટ્રેન્ડસેટર, સૌંદર્ય, બુદ્ધિ અને શક્તિનું ઉદાહરણ. મારી હીરો. તારા જેવું કોઈ નહીં.’

raveena tandon rasha thadani happy birthday bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news