રશ્મિકા મંદાનાએ પતિ અને પરિવાર સાથે મંદિરમાં પૂજા કરીને ઊજવ્યો લગ્ન પછીનો પહેલો જન્મદિવસ

08 April, 2026 10:25 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રશ્મિકા મંદાનાએ પાંચમી એપ્રિલે પોતાની ૩૦મી વર્ષગાંઠ ખાસ અંદાજમાં ઊજવી હતી. લગ્ન પછી તેનો આ પહેલો જન્મદિવસ હતો અને તેણે આ દિવસની ઉજવણી પતિ વિજય દેવરકોંડા અને પરિવાર સાથે ખૂબ જ સાદગીપૂર્વક રીતે કરી.

રશ્મિકાએ પતિ અને પરિવાર સાથે મંદિરમાં પૂજા કરીને ઊજવ્યો લગ્ન પછીનો જન્મદિવસ

રશ્મિકા મંદાનાએ પાંચમી એપ્રિલે પોતાની ૩૦મી વર્ષગાંઠ ખાસ અંદાજમાં ઊજવી હતી. લગ્ન પછી તેનો આ પહેલો જન્મદિવસ હતો અને તેણે આ દિવસની ઉજવણી પતિ વિજય દેવરકોંડા અને પરિવાર સાથે ખૂબ જ સાદગીપૂર્વક રીતે કરી. જન્મદિવસના અવસરે રશ્મિકા પોતાના હોમટાઉન કુર્ગ પહોંચી હતી, જ્યાં તેણે પરિવાર સાથે મંદિરમાં પૂજા કરી અને આશીર્વાદ લીધા. આ પૂજા સમયે તેણે પરંપરાગત સાડી પહેરી હતી, જ્યારે વિજય પણ સફેદ વસ્ત્રોમાં જોવા મળ્યો. બન્નેએ વડીલોના આશીર્વાદ લીધા અને પરિવાર સાથે ખાસ પળો પસાર કરી. આ ખાસ દિવસે પરિવાર સાથે ધાર્મિક વિધિ પણ કરવામાં આવી હતી. 

rashmika mandanna bollywood buzz vijay deverakonda bollywood news bollywood gossips bollywood entertainment news