રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાએ માણી પૂલબૉલની મજા

25 February, 2026 12:16 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ સિવાય અન્ય એક તસવીરમાં પૂલમાં ફ્લોટિંગ ડ્રિન્ક-સ્ટેશન અને સુંદર કુદરતી દૃશ્યોનો નઝારો જોવા મળી રહ્યો છે.

રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાએ માણી પૂલબૉલની મજા

સાઉથનાં સુપરસ્ટાર રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાનાં લગ્ન ૨૬ ફેબ્રુઆરીએ થવાનાં છે. તેઓ ઉદયપુર-નાથદ્વારા હાઇવે પર કૈલાશપુરીમાં આવેલી ITC મેમેન્ટોસ હોટેલમાં લગ્નના ફેરા લેશે. એ પહેલાં આજે હલ્દી અને સંગીત સમારોહ યોજાશે. હાલમાં રશ્મિકા અને વિજયના મિત્રો અને પરિવારજનોમાં લગ્ન પહેલાં જ ઉજવણીનો માહોલ શરૂ થઈ ગયો છે. હાલમાં વિજયે સોશ્યલ મીડિયામાં પૂલમાં વૉલીબૉલ મૅચ રમતી તસવીરો શૅર કરી છે. આ સિવાય અન્ય એક તસવીરમાં પૂલમાં ફ્લોટિંગ ડ્રિન્ક-સ્ટેશન અને સુંદર કુદરતી દૃશ્યોનો નઝારો જોવા મળી રહ્યો છે.

rashmika mandanna vijay deverakonda celebrity wedding bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news