07 November, 2025 01:59 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રશ્મિકા અને વિજય
રશ્મિકા મંદાના અને વિજય દેવરાકોંડાએ હાલમાં વિજયના હૈદરાબાદમાં આવેલા ઘરે સગાઈ કરી લીધી હતી અને હવે તેમનાં લગ્નની ચર્ચા ચાલી રહી છે. રિપોર્ટ પ્રમાણે રશ્મિકા અને વિજય આવતા વર્ષે ૨૬ ફેબ્રુઆરીએ રાજસ્થાનના ઉદયપુર સ્થિત એક ભવ્ય મહેલમાં ડેસ્ટિનેશન વેડિંગ કરવાનાં છે. જોકે બન્ને કલાકારો તરફથી આ સંદર્ભે કોઈ સત્તાવાર જાહેરાત નથી થઈ.