રશ્મિકા મંદાના કર્ણાટક સંગીતનાં વિશ્વવિખ્યાત ગાયિકા એમ.એસ. સુબ્બુલક્ષ્મીની ભૂમિકા ભજવશે

17 September, 2026 07:12 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રશ્મિકા મંદાના ભારત રત્નથી સન્માનિત ગાયિકા એમ.એસ. સુબ્બુલક્ષ્મીની બાયોપિક ‘એમ.એસ. - અ લેગસી ઑન સ્ક્રીન’માં મુખ્ય ભૂમિકા ભજવશે. ફિલ્મની સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે અને ચેન્નઈમાં તેનું લૉન્ચિંગ પણ થયું છે.

સુબ્બુલક્ષ્મી બાયોપિક

થોડા સમય પહેલાં કર્ણાટક સંગીતનાં પ્રખ્યાત ગાયિકા એમ.એસ. સુબ્બુલક્ષ્મીની બાયોપિકની જાહેરાત થઈ ત્યારથી જ લોકો એ જાણવા માટે ઉત્સુક હતા કે આ ગાયિકાની ભૂમિકા કોણ ભજવશે. આખરે ફિલ્મના નિર્માતાઓએ સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે આ બાયોપિક ‘એમ.એસ. - અ લેગસી ઑન સ્ક્રીન’માં ભારત રત્નથી સન્માનિત આ મહાન કલાકારની ભૂમિકા ભજવવા માટે રશ્મિકા મંદાનાની પસંદગી કરવામાં આવી છે. 
નિર્માતાઓની જાહેરાતના થોડા કલાકો બાદ રશ્મિકાએ સોશ્યલ મીડિયા પર ફિલ્મનું એક પોસ્ટર પણ શૅર કર્યું છે. રશ્મિકાએ આ પોસ્ટની કૅપ્શનમાં લખ્યું હતું કે ‘કેટલીક મહાન કથાઓ સમયની સીમાઓથી આગળ નીકળી જાય છે. કેટલીક ધૂન પેઢીઓ સુધી જીવંત રહે છે અને કેટલીક કથાઓ પોતાને સંભળાવા માટે યોગ્ય ક્ષણની રાહ જુએ છે. આજે એ સફરની શરૂઆત થઈ રહી છે અને આ ખરેખર મારા માટે ખૂબ જ સન્માનની વાત છે.’

rashmika mandanna indian cinema indian films entertainment news bollywood controversies bollywood buzz bollywood news bollywood movie review bollywood gossips bollywood events bollywood