07 June, 2026 10:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રવીના ટંડને હૃષીકેશમાં પરમાર્થ નિકેતન આશ્રમની લીધી આધ્યાત્મિક મુલાકાત
રવીના ટંડને ગઈ કાલે ઉત્તરાખંડના હૃષીકેશમાં આવેલા પરમાર્થ નિકેતન આશ્રમની મુલાકાત લીધી હતી અને આ મુલાકાત દરમ્યાન ધાર્મિક વિધિમાં ભાગ લીધો હતો. આ મુલાકાત વખતે રવીનાએ પરમાર્થ નિકેતનના આધ્યાત્મિક વડા સ્વામી ચિદાનંદ સરસ્વતી અને સાધ્વી ભગવતી સરસ્વતીની મુલાકાત લીધી હતી અને આ સમયે ત્યાં રહેલા વાછરડાને રમાડીને એની સાથે થોડો સમય પણ પસાર કર્યો હતો.