17 February, 2026 09:26 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રવીના ટંડન દીકરી રાશા થડાણી સાથે
રવીના ટંડનની દીકરા રાશા થડાણી વિશે સોશ્યલ મીડિયામાં ચર્ચા ચાલી હતી કે રાશા પોતાની ઇમેજ સુધારવા માટે અન્ય સ્ટાર કિડ્સ વિશે નેગેટિવ ગૉસિપ ફેલાવી રહી છે. હવે રવીનાએ એક પૉડકાસ્ટમાં દીકરી રાશા વિશે ચાલી રહેલી રહેલી અફવાને ખોટી ગણાવીને કહ્યું છે કે મારી દીકરી ક્યારેય અન્ય સ્ટાર કિડ્સ વિશે નેગેટિવ ગૉસિપ નથી ફેલાવતી.
પૉડકાસ્ટમાં આ મામલે સ્પષ્ટતા કરતાં રવીનાએ કહ્યું કે રાશાની ટીમ દ્વારા કોઈ પણ પ્રકારની નેગેટિવ ગૉસિપ ફેલાવવામાં નથી આવી. રવીનાએ પોતાનો મુદ્દો વ્યક્ત કરતાં કહ્યું કે ‘આ સરખામણી સોશ્યલ મીડિયામાં ફૅન્સ જ કરે છે. મારા માટે તો બધાં સ્ટાર કિડ્સ હજી બાળકો જ છે. આમાંથી ઘણાં બાળકો મારા મિત્રોનાં સંતાનો છે અને મેં તેમને મોટાં થતાં જોયાં છે. ફૅન્સ દ્વારા શરૂ થયેલી તેમની સરખામણી પછી ટૉક્સિક ફૅન-વૉર સુધી પહોંચી ગઈ. જ્યારે ટ્રોલિંગ વધ્યું ત્યારે કેટલાક લોકોએ તો રાશા પર જ આ નેગેટિવિટી ફેલાવવાનો આરોપ લગાવ્યો. મારી આખી કરીઅરમાં મેં ક્યારે પબ્લિક રિલેશન મૅનેજર રાખ્યો નથી. અમે અમારા મિત્રોનાં બાળકોનું ખરાબ કરવાનું તો વિચારી પણ ન શકીએ.’