✕

રવિ કિશનને મળ્યો અયોધ્યા કી રામલીલામાં ભગવાન રામની ભૂમિકા ભજવવાનો ચાન્સ

13 October, 2026 12:39 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રવિ કિશન ‘અયોધ્યા કી રામલીલા’માં ભગવાન રામની ભૂમિકા ભજવતો જોવા મળશે. આ રામલીલાનું આયોજન ૧૯ અને ૨૦ ઑક્ટોબરે કરવામાં આવ્યું છે.

રવિ કિશન

રવિ કિશન ‘અયોધ્યા કી રામલીલા’માં ભગવાન રામની ભૂમિકા ભજવતો જોવા મળશે. આ રામલીલાનું આયોજન ૧૯ અને ૨૦ ઑક્ટોબરે કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનું વિશ્વભરમાં પ્રસારણ પણ કરવામાં આવશે. આટલા મોટા સ્તર પર ભગવાન રામની ભૂમિકા ભજવવાને લઈને રવિ કિશન થોડો ગભરાયેલો છે અને તેણે કહ્યું છે કે આ ભૂમિકાને યોગ્ય રીતે ભજવવા માટે તે પૂરેપૂરો પ્રયાસ કરશે.

પોતાને મળેલી આ તક વિશે વાત કરતાં રવિ કિશને કહ્યું હતું કે ‘પહેલી વાર શ્રીરામનું રૂપ ધારણ કરવાનો સૌભાગ્ય મળ્યું છે. હું પ્રાર્થના કરું છું અને ઇચ્છું છું કે ભગવાન મારા શરીરમાં પ્રવેશ કરે અને મને કૃપા સાથે અભિનય કરવાની શક્તિ આપે. હું બાળપણમાં પરશુરામ અને કેવટની ભૂમિકા ભજવી ચૂક્યો છું. મેં માતા સીતાની ભૂમિકા પણ ભજવી છે અને ટીવી-શોમાં શ્રીકૃષ્ણની ભૂમિકા પણ ભજવી છે પણ આ ભૂમિકા અલગ છે. હું હંમેશાં ભગવાન રામની ભૂમિકા ભજવવા માગતો હતો. હું અંદરથી ડર અનુભવી રહ્યો છું. મને લાગે છે કે જ્યારે કોઈ કલાકાર મંચ પર જાય છે અને શ્રી રામની ભૂમિકા ભજવવાની હોય છે ત્યારે આ ડર જરૂરી છે. આ ભૂમિકાને યોગ્ય રીતે ભજવવાની જવાબદારી પણ છે. મારા મનમાં હંમેશાં એ જ વિચાર રહે છે કે કોઈ ભૂલ ન થાય. મંચ પર તમે ભૂલ કરી શકતા નથી. તમને એને સુધારવાની તક પણ મળતી નથી. તમારે પટકથા અને પાત્રની મર્યાદામાં રહીને અભિનય કરવો પડે છે.’

ravi kishan ayodhya entertainment news bollywood news bollywood gossips bollywood