09 December, 2025 10:31 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
હાલમાં એક વિડિયોમાં રેખા મુંબઈ ઍરપોર્ટ પર તેની સાથે સેલ્ફી ક્લિક કરવા આવેલી ફૅનને ધક્કો મારીને દૂર કરતાં ઝડપાઈ ગઈ. રેખાનો આ વિડિયો સોશ્યલ મીડિયામાં ચર્ચાનો મુદ્દો બન્યો છે અને લોકો રેખાને તેના વર્તનને કારણે ટ્રોલ કરી રહ્યા છે.
આ વિડિયોમાં રેખા તેની સેક્રેટરી ફરઝાના સાથે ઍરપોર્ટની બહાર નીકળી રહી છે. આ સમયે તેણે માથામાં સિંદૂર અને લાલ લિપસ્ટિક લગાવી હતી. તે દૂરથી લોકો તરફ હાથ હલાવી રહી હતી પરંતુ જ્યારે એક મહિલા ફૅન સેલ્ફી માટે ખૂબ નજીક આવી ગઈ ત્યારે રેખાએ હસતાં-હસતાં તેને ધક્કો મારી દીધો અને આગળ ચાલવા લાગી. આ પછી તે ફોટોગ્રાફરોને પોઝ આપ્યા વગર જ કારમાં બેસીને નીકળી ગઈ.