22 November, 2025 01:57 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બર્થ-ડે હેલનનો, છવાઈ ગઈ રેખા
સલીમ ખાનની બીજી પત્ની અને ડાન્સર હેલનની ગઈ કાલે ૮૭મી વર્ષગાંઠ હતી અને આ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. હેલનનો જન્મદિવસ ઊજવવા માટે સલીમ ખાનની પહેલી પત્ની, સલમાન ખાન સહિત આખો ખાન પરિવાર ભેગો થયો હતો. આ પાર્ટીમાં હેલનની મિત્ર રેખા, આશા પારેખ અને વહીદા રહમાન જેવી સેલિબ્રિટીઓએ હાજરી આપી હતી. આ બર્થ-ડે પાર્ટી તો હેલનની હતી, પણ એમાં રેખા પોતાની સ્ટાઇલ અને વર્તનને કારણે છવાઈ ગઈ હતી. આ પાર્ટીમાં આવેલી રેખાને જ્યારે ફોટોગ્રાફર્સે ઘેરી લીધી ત્યારે તેણે જયા બચ્ચનની જેમ અકળાવાને બદલે તેમની સાથે મજાક-મસ્તી કરી હતી અને એક તબક્કે તેમના પ્રોફેશનલ કૅમેરા પર હાથ અજમાવીને ફોટોગ્રાફર્સની તસવીર પણ ક્લિક કરી હતી.