રેમો ડિસુજાની પત્ની લિઝેલનું જોરદાર ટ્રાંસફોર્મેશન, જુઓ તસવીર

19 September, 2021 06:15 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

મશહૂર કોમેડિયન ભારતી સિંહના ટ્રાન્સફર્મેશન પછી હવે મશહૂર કોરિયોગ્રાફર રેમો ડિસૂજાની પત્ની લિઝેલ પણ `ફેટ ટુ ફીટ`  કરી લાઈમ લાઈટમાં આવી છે.

રેમો ડિસુજા

મશહૂર કોમેડિયન ભારતી સિંહના ટ્રાન્સફર્મેશન પછી હવે મશહૂર કોરિયોગ્રાફર રેમો ડિસૂજાની પત્ની લિઝેલ પણ `ફેટ ટુ ફીટ`  કરી લાઈમ લાઈટમાં આવી છે.  રેમોએ સોશિયલ મીડિયા પર પત્ની લિજેલ સાથે એક તસવીર શેર કરી છે. જે ખુબ જ વાયરલ થઈ રહી છે. શેર કરેલી તસવીરમાં લિજેલ ઘણી બદલાયેલી જોવા મળી રહી છે. આ પોસ્ટ પર વરુણ ધવન, કિકુ શારદા, આમિર અલી અને જય ભાનુશાલી સહિતના સેલેબ્સે કોમેન્ટ કરી લિજેલની પ્રશંસા કરી રહ્યાં છે.

રેમો ડિસોઝાએ ઇન્સ્ટાગ્રામ પર લિઝેલ સાથેનો એક કોલાઝ ફોટો શેર કર્યો છે. જેમાં લિજેલનું જબરદસ્ત ટ્રાંસફોર્મેશન જોવા મળી રહ્યું છે. ફોટોમાં એક બાજુ લિજેલ ખુબ જ જાડી લાગી રહી છે, તો બીજી બાજુ એકદમ સ્લીમ અને ફીટ દેખાઈ રહી છે. જો કે, લિઝેલે પોતાની જાતને સંપૂર્ણપણે પરિવર્તિત કરવા માટે પણ સખત મહેનત કરી છે, જેની રેમોએ પ્રશંસા કરી છે. 

રેમોએ ફોટો કેપ્શનમાં લખ્યું- `અહીં સુધી પહોંચવા માટે સખત મહેનત કરી, પણ સૌથી મોટી લડાઈ મારી સાથે છે અને મેં લિઝેલને આ લડાઈ લડતા અને અશક્યને હાંસલ કરતા જોઈ છે. હું હંમેશા કહેતો હતો કે તે તમારું મગજ છે, જે તમને  મજબૂત બનાવે છે, તે લિઝેલે કરી બતાવ્યું છે, મને તમારા પર ગર્વ છે. તું મારા કરતા મજબૂત છો, તું મને પ્રેરણા આપે છે, લવ યુ. ` આ સાથે, રેમોએ #weightlossjourney #healthylifestyle #healthyfood #nooffdays #fitnessmotivation જેવા હેશટેગનો ઉપયોગ કર્યો છે.

રેમો સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તેણે લિઝેલ સાથેના ફોટા શેર કર્યા છે, જેમાં તે એકદમ ફિટ દેખાય છે. 

રેમો રિયાલિટી શો `ડાન્સ પ્લસ 6`માં જજ તરીકે જોવા મળે છે. લિઝેલ પણ ઘણી વખત સેટ પર દેખાય છે. હોસ્ટ રાઘવ જુયાલ તેમના પર ઘણા ટુચકાઓ પણ સંભળાવે છે, જે પ્રેક્ષકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવે છે. રેમો ઇન્સ્ટાગ્રામ પર લિઝેલ સાથે રમૂજી વીડિયો પણ શેર કરતો રહે છે.

entertainment news remo dsouza