10 December, 2025 12:10 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિકી કૌશલ, દીપિકા પાદુકોણ
વિકી કૌશલની આગામી ફિલ્મ ‘મહાવતાર’ એક ભારતીય માયથોલૉજિકલ ઍક્શન-ડ્રામા ફિલ્મ છે. આ ફિલ્મની વાર્તા ભગવાન વિષ્ણુના અવતાર પરશુરામની કથા પર આધારિત છે. હવે રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મમાં વિકી કૌશલ સામે લીડ ઍક્ટ્રેસ તરીકે દીપિકા પાદુકોણને સાઇન કરવામાં આવે એવી શક્યતા છે. થોડા સમય પહેલાં દીપિકા ‘મહાવતાર’ના પ્રોડ્યુસર મૅડૉક ફિલ્મ્સની ઑફિસની બહાર જોવા મળી હતી અને પછી આ ચર્ચા શરૂ થઈ હતી. હકીકતમાં ફિલ્મની ટીમ હાલમાં એવા પાત્રની શોધમાં છે જે ગંભીરતાથી ભાવનાઓને સારી રીતે રજૂ કરી શકે અને મેકર્સને લાગે છે કે આ પાત્ર માટે દીપિકા સંપૂર્ણપણે યોગ્ય છે.