10 November, 2025 08:11 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સની દેઓલ પિતાને જોવા હૉસ્પિટલ પહોંચ્યા
મુંબઈની બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાં દાખલ થયાના અહેવાલો પછી પીઢ અભિનેતા ધર્મેન્દ્રની તબિયત વિશે ચિંતાનો માહોલ સર્જાયો છે. ભારતીય સિનેમાના સૌથી પ્રિય કલકારોમાંના એક, 89 વર્ષીય સ્ટાર ધર્મેન્દ્ર વૅન્ટિલેટર પર હોવાની પણ ચર્ચા હતી, જોકે તેમની ટીમે પુષ્ટિ આપી છે કે તેઓ સ્થિર છે અને સ્વસ્થ થઈ રહ્યા છે. અફવાઓ છતાં, ધર્મેન્દ્રની તબિયત સારી હોવાનું કહેવાય છે. પણ એવા પણ સમાચાર છે કે તેમનો પરિવાર તરત જ હૉસ્પિટલ પહોંચ્યો હતો, જેથી અભિનેતા વિશે ચિંતા વધી છે.
સની દેઓલ હૉસ્પિટલમાં પિતા ધર્મેન્દ્રને મળવા પહોંચ્યા
ધર્મેન્દ્રના સ્વાસ્થ્ય અંગે વધતી ચિંતા વચ્ચે, અભિનેતાના અને દીકરો સની દેઓલ, હૉસ્પિટલમાં પિતાને ળમવા પહોંચ્યા હોવાનો વીડિયો સામે આવ્યો છે. સોમવાર, 10 નવેમ્બરની સાંજે, સની પોતાની કારમાં સની દેઓલ હૉસ્પિટલ દોડી જતા જોવા મળ્યા હતા. સની દેઓલ સ્પષ્ટપણે અસ્વસ્થ દેખાતા, તેમણે પાપારાઝીને તસવીરો પાડવાની પણ ના પાડી હતી અને પોતાનો ચહેરો ઢાંક્યો હતો. સની દેઓલ સાથે તેમનો પુત્ર, અભિનેતા કરણ દેઓલ પણ તેમની સાથે જોવા મળ્યો હતો.
પંજાબના નાણામંત્રી ધર્મેન્દ્રના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી છે
આજે વહેલી સવારે, પંજાબના નાણામંત્રી હરપાલ સિંહ ચીમાએ ચંદીગઢમાં ધર્મેન્દ્રના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી અને IANS ને કહ્યું, "હું ગુરુ સાહેબને પ્રાર્થના કરું છું કે તેઓ જલદી સ્વસ્થ થાય, તેમનું સ્વાસ્થ્ય પાછું આવે અને તેમના પરિવારમાં પાછા ફરે. તેઓ વિશ્વભરમાં પ્રશંસા પામેલી તેમની અભિનય ભૂમિકાઓ ભજવતા, હસતા અને ભજવતા રહે..."
ધર્મેન્દ્ર વૅન્ટિલેટર પર નથી
સની દેઓલના નજીકના સૂત્રો અને તેમની ટીમે જાહેર કર્યું હતું કે ધર્મેન્દ્ર વૅન્ટિલેટર પર હોવાના અહેવાલોને ખ્હોતા છે. ‘અભિનેતા વૅન્ટિલેટર પર હોવાના બધા જ સમાચાર ખોટા છે. ધર્મેન્દ્ર એક અઠવાડિયાથી હૉસ્પિટલમાં દાખલ છે પરંતુ તેઓ વૅન્ટિલેટર પર નથી. સની દેઓલ સવારે હૉસ્પિટલમાં ધર્મેન્દ્રને મળવા ગયા હતા અને તેઓ હવે પાછા આવ્યા છે. જો આવું કંઈક બન્યું હોત, તો તેમનો આખો પરિવાર હૉસ્પિટલમાં હોત."