રિયાએ બાળકો સાથે ઊજવી ૩૩મી વર્ષગાંઠ

03 July, 2025 07:17 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેણે લખ્યું, ‘મારા નાના મિત્રો સાથે ઊજવેલો અત્યાર સુધીનો સૌથી શાનદાર જન્મદિવસ. આ સુંદર બાળકો માટે પ્રેમ અને આભાર. દિલ ભરાઈ આવ્યું.’

જન્મદિવસની ઉજવણીની નાનકડી ઝલક શૅર કરાઇ છે તે આ

રિયા ચક્રવર્તીએ એક જુલાઈએ પોતાની ૩૩મી વર્ષગાંઠની ઉજવણી કરી હતી. હાલમાં તેણે સોશ્યલ મીડિયામાં પોતાના જન્મદિવસની ઉજવણીની નાનકડી ઝલક શૅર કરી. તેણે જણાવ્યું કે આ જન્મદિવસ તેના માટે ખાસ હતો, કારણ કે તેણે આ દિવસને પોતાના નાના મિત્રો સાથે ઊજવ્યો અને આ પળ ખૂબ જ યાદગાર રહી.

રિયાએ સોશ્યલ મીડિયા પર પોતાના જન્મદિવસની કેટલીક તસવીરો અને વિડિયો શૅર કર્યાં. તેણે લખ્યું, ‘મારા નાના મિત્રો સાથે ઊજવેલો અત્યાર સુધીનો સૌથી શાનદાર જન્મદિવસ. આ સુંદર બાળકો માટે પ્રેમ અને આભાર. દિલ ભરાઈ આવ્યું.’

તસવીરોમાં રિયા કેટલીક નાની બાળકીઓ સાથે કૅમેરા માટે પોઝ આપતી જોવા મળે છે, જ્યારે વિડિયોમાં તે બાળકો તરફથી મળેલી બર્થ-ડે નોટ્સને લઈને પોતાની ખુશી વ્યક્ત કરતી જોવા મળે છે. એક ક્લિપમાં રિયા એક બાળકીને ડાન્સ શીખવતી દેખાય છે. આ ઉપરાંત બીજી એક ક્લિપમાં એક બાળકી રિયા માટે ગીત ગાતી જોવા મળે છે.

rhea chakraborty happy birthday bollywood news bollywood gossips bollywood entertainment news