28 April, 2026 12:10 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રિશી કપૂર નીતુ કપૂર, રિદ્ધિમા કપૂર અને રણબીર કપૂર
રિશી કપૂર અને નીતુ કપૂરની દીકરી રિદ્ધિમા કપૂર ૪૫ વર્ષની વયે ૮ મેના રોજ રિલીઝ થવારી ‘દાદી કી શાદી’માં કામ કરીને ફિલ્મોની દુનિયામાં ડેબ્યુ કરી રહી છે. રિદ્ધિમા કપૂર પરિવારની દીકરી હોવા છતાં લાંબા સમય સુધી મોટા પડદાથી દૂર રહી અને એના કારણ વિશે તેની મમ્મી નીતુ કપૂરે પતિ રિશી કપૂરની બાયોગ્રાફી ‘ખુલ્લમ ખુલ્લા : રિશી કપૂર અનસેન્સર્ડ’માં ખુલાસો કર્યો હતો.
નીતુ કપૂરે જણાવ્યું કે રિદ્ધિમા એક સારી અભિનેત્રી બની શકતી હતી, પરંતુ તેણે ક્યારેય પોતાનાં સપનાં વિશે ખુલ્લેઆમ વાત કરી નહોતી. નીતુએ આગળ કહ્યું કે ‘રિદ્ધિમાને સારી રીતે ખબર હતી કે તેના પિતા ઇચ્છતા નહોતા કે તે અભિનેત્રી બને. આ કારણોસર તેણે આ મુદ્દાનો ક્યારેય ઉલ્લેખ કર્યો નહોતો. જો તેણે પોતાના પિતાની સામે અભિનેત્રી બનવાની ઇચ્છા વ્યક્ત કરી હોત તો તેના પિતા સુસાઇડ કરી લેત. રિશીને નહોતું ગમતું કે પરિવારની કોઈ છોકરી ફિલ્મોમાં કામ કરે. તે પોતાની પત્ની અને બાળકોને લઈને ખૂબ જ પ્રોટેક્ટિવ હતો. રિદ્ધિમા પોતાના પિતાને ખૂબ સારી રીતે સમજતી હતી, તેથી મનની શાંતિ માટે તેણે ડિઝાઇનર બનવાનો માર્ગ પસંદ કર્યો.’