08 July, 2025 07:33 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કાંતારા : ચૅપ્ટર 1
સાઉથના સ્ટાર રિષબ શેટ્ટીની ફિલ્મ ‘કાંતારા : ચૅપ્ટર 1’ ગાંધીજયંતી એટલે કે બીજી ઑક્ટોબરે રિલીઝ થવા જઈ રહી છે અને રિષબના જન્મદિવસે ગઈ કાલે નિર્માતાઓએ ફિલ્મનું નવું પોસ્ટર રિલીઝ કર્યું છે. પોસ્ટરમાં રિષબ એક યોદ્ધાની ભૂમિકામાં જોવા મળી રહ્યો છે. તે લાંબા વાળ અને દાઢીવાળા લુકમાં છે. ચારે બાજુથી આગ અને તીરોથી ઘેરાયેલો રિષબ ઢાલ અને કુહાડીથી પોતાનું રક્ષણ કરતો જોવા મળી રહ્યો છે. આ ફિલ્મ ‘કાંતારા’ની સ્ટોરીની આગળની ગાથા વર્ણવશે એટલે એ એની પ્રીક્વલ છે. આ ફિલ્મ હિન્દી, તામિલ, તેલુગુ, મલયાલમ અને બંગાળી ભાષામાં પણ રિલીઝ થશે.