હીર રાંઝાનો હીરો રોહિત સરાફ?

16 February, 2026 01:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મમાં હીરનું પાત્ર એક નવી અભિનેત્રી નિભાવશે

રોહિત સરાફ

હાલમાં ફિલ્મમેકર ઇમ્તિયાઝ અલીની આગામી ફિલ્મ ‘હીર રાંઝા’ની જાહેરાત કરીને કહેવામાં આવ્યું છે કે ટૂંક સમયમાં ફિલ્મનું શૂટિંગ શરૂ થવાનું છે. હવે રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મમાં રાંઝાનું પાત્ર વેબ-સિરીઝ ‘મિસમૅચ્ડ’ અને ફિલ્મ ‘સની સંસ્કારી કી તુલસી કુુમારી’થી જાણીતો થયેલો રોહિત સરાફ ભજવશે. નિર્માતાઓને વિશ્વાસ છે કે રાંઝા જેવું સંવેદનશીલ અને પડકારજનક પાત્ર રોહિત અસરકારક રીતે નિભાવી શકશે. જોકે આ વાતની સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી.

આ ફિલ્મમાં હીરનું પાત્ર એક નવી અભિનેત્રી નિભાવશે. હાલ તેનું નામ જાહેર કરવામાં આવ્યું નથી. ઘણા ફૅન્સ આ ફિલ્મમાં પણ ‘લૈલા મજનૂ’ની જોડી તૃપ્તિ ડિમરી અને અવિનાશ તિવારીને સાઇન કરવાની ડિમાન્ડ કરી રહ્યા છે, પણ નિર્માતાઓ આ વખતે નવી જોડી સાથે નવી રજૂઆત લાવવા માગે છે.

rohit saraf upcoming movie imtiaz ali entertainment news bollywood bollywood news