પ્રમોશનનો ઢાંસુ આઇડિયા

15 October, 2021 05:34 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘સૂર્યવંશી’ ફિલ્મને અનોખી રીતે પ્રમોટ કરતાં રોહિત શેટ્ટીએ તમામ કલાકારો સાથે અલગ-અલગ વિડિયો બનાવ્યો છે અને એના માધ્યમથી ફિલ્મને પ્રમોટ કરવામાં આવશે

રોહિત શેટ્ટી

રોહિત શેટ્ટીએ તેની આગામી ફિલ્મ ‘સૂર્યવંશી’ માટે ઢાંસુ આઇડિયા શોધી કાઢ્યો છે. આ ફિલ્મમાં અક્ષયકુમાર અને કૅટરિના કૈફ લીડ રોલમાં દેખાવાનાં છે. તો સાથે જ રણવીર સિંહ અને અજય દેવગન સ્પેશ્યલ અપીરન્સમાં જોવા મળશે. મહારાષ્ટ્રમાં થિયેટર્સ શરૂ થઈ રહ્યાં હોવાથી ફિલ્મને થિયેટર્સમાં રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મને અનોખી રીતે પ્રમોટ કરતાં રોહિત શેટ્ટીએ તમામ કલાકારો સાથે અલગ-અલગ વિડિયો બનાવ્યો છે અને એના માધ્યમથી ફિલ્મને પ્રમોટ કરવામાં આવશે. એવું કહેવાય છે કે થોડા સમય પહેલાં જ આ કહેવાતા વિડિયોનું શૂટિંગ પીવીઆર સિનેમામાં પૂરું કરવામાં આવ્યું છે. આ પહેલી કૉપ યુનિવર્સની ફિલ્મ છે અને પહેલી વખત આ ૩ સુપરસ્ટાર્સ એક ફિલ્મમાં દેખાવાના છે. સાથે જ ફિલ્મની રિલીઝ નજીક આવતાં જ આ ત્રણેયને લઈને ટીઝર રોહિત રિલીઝ કરશે. પ્રમોશનલ વિડિયોના માધ્મયથી આ ફિલ્મને લઈને લોકોમાં તાલાવેલી જગાવવાની કોશિશ કરવામાં આવશે.

એવું પણ જાણવા મળ્યું છે કે આ ફિલ્મમાં રણવીર સિંહ અને અજય દેવગન લગભગ ૩૦ મિનિટ સુધી દેખાવાના છે.

entertainment news bollywood bollywood news upcoming movie rohit shetty sooryavanshi